માટીની જ્વેલરીની વિદેશમાં જબરી ડિમાન્ડ

29 August, 2019 10:30 AM IST  |  રાજસ્થાન

માટીની જ્વેલરીની વિદેશમાં જબરી ડિમાન્ડ

માટીની જ્વેલરીની વિદેશમાં જબરી ડિમાન્ડ

રાજસ્થાનના બાડમેર જિલ્લાના વિશાલા ગામમાં એક પરિવાર છેલ્લાં ૪૦ વર્ષથી માટીમાંથી જ્વેલરી બનાવીને વેચે છે. એકદમ ઇકો-ફ્રેન્ડલી અને અનોખા દાગીના હોવા છતાં તેની ડિમાન્ડ ભારતમાં જોઈએ એટલી નથી. નવાઈની વાત એ છે કે આ ઘરેણાંને વિદેશોમાં જેટલો ધંધો મળે છે એટલો ભારતમાં નથી. ઝમિન ખાન છેલ્લાં વીસ વર્ષથી માટીમાંથી જ્વેલરી બનાવે છે. આ પહેલાં તેના પિતાજી આ કામ કરતા હતા. નેકલેસ, લૉકેટ, બ્રેસલેટ જેવી ચીજો માટીમાંથી બનાવવામાં આવે છે. માટીના ઘરેણાંને સજાવવા માટે રંગબેરંગી ઊન, આભલાં વગેરેનો ઉપયોગ થાય છે. અત્યારે આ જ્વેલરી મુંબઈ, ઉદયપુર, રાજકોટ અને ઉનામાં આ પરિવાર જ્વેલરી વેચે છે.

આ પણ વાંચો : લાતે આર્ટ ચૅમ્પિયનશિપ

જોકે મોટા ભાગે આ ધંધામાં નફો મળતો ન હોવાથી તેઓ વિદેશ એક્સપોર્ટથી જ કમાણી કરે છે. સરકારી મેળામાં જ્વેલરીનું સારું વેચાણ થાય છે. ‌ઝમિમ ખાન તેના બાળકોને પણ આ કળા શીખવીને માટીનાં ઘરેણાંની પરંપરાને ટકાવી રાખવા માગે છે, પણ એનું માર્કેટિંગ કરવાનું અઘરું છે. 

rajasthan offbeat news hatke news