આર્ટવર્કની નકલ કરવાની મ્યુઝિયમે આપેલી ચૅલેન્જમાં નેટીઝન્સને જલસો પડ્યો

31 March, 2020 07:34 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

આર્ટવર્કની નકલ કરવાની મ્યુઝિયમે આપેલી ચૅલેન્જમાં નેટીઝન્સને જલસો પડ્યો

આર્ટવર્ક

લૉકડાઉનને કારણે દુનિયાભરના લોકો પોતપોતાના ઘરમાં કેદ થઈ ચૂક્યા છે ત્યારે નવરું મન શેતાનનું ઘર બની જાય એના કરતાં કંઈક કામ મળી જાય તો સારું રહે. અમેરિકાના લૉસ ઍન્જલસમાં આવેલા ગેટી મ્યુઝિયમે આવું જ કંઈક વિચારીને નેટીઝન્સને ક્લાસિક આર્ટવર્કને રીક્રીએટ કરવાની ચૅલૅન્જ આપી હતી. મ્યુઝિયમની ઘણી તસવીરો ઑનલાઇન ઉપલબ્ધ છે. એ તસવીરોના જેવું જ હૂબહૂ દૃશ્ય લોકોએ પોતાના ઘરમાં જ અવેલેબલ હોય એવી માત્ર ત્રણ ચીજોની મદદથી ક્રીએટ કરવાનું હતું. મ્યુઝિયમની આ ચૅલૅન્જને જબરો પ્રતિસાદ મળ્યો. હજારો લાઇક્સ અને રીટ્વીટ ઉપરાંત લોકોએ પોતાની ક્રીએટિવિટીને પણ જે રીતે કામે લગાડી છે એ જોવાનું રસપ્રદ છે. આ સાથે કેટલીક તસવીરો મૂકી છે, પરંતુ ટ્્‍વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તો આવી તસવીરોનો ખજાનો છે.

united states of america international news offbeat news hatke news