પુણેમાં 11 બસમાં બનાવવામાં આવ્યાં વૉશરૂમ ઑન વ્હીલ્સ

22 February, 2020 07:54 AM IST  |  Pune

પુણેમાં 11 બસમાં બનાવવામાં આવ્યાં વૉશરૂમ ઑન વ્હીલ્સ

બસ

પુણેમાં આજકાલ ‘વૉશરૂમ ઑન વ્હીલ્સ’ની સુવિધા ચર્ચામાં છે. કોઈ પણ મહિલા માત્ર પાંચ રૂપિયા ચૂકવીને આ સુવિધાનો વૉશરૂમ કે બ્રેસ્ટ ફીડિંગ માટે લાભ લઈ શકે છે. આ ઉપરાંત અહીંથી મહિલાઓ સૅનિટરી નૅપ્કિન્સ અને ડાઇપર પણ ખરીદી શકે છે.

ઉલ્કા સાદલકર અને રાજીવ ખેરે ૧૨ બસોને ટૉઇલેટમાં બદલીને આ સુવિધાની શરૂઆત કરી છે. રોજ લગભગ ૨૦૦ કરતાં વધુ મહિલાઓ આ સુવિધાનો ઉપયોગ કરતી હોવાનો તેમનો દાવો છે. વીજળી માટે બસની છત પર ઇલેક્ટ્રિક પૅનલ પણ બેસાડવામાં આવી છે. સ્વચ્છ અને સુરક્ષિત વૉશરૂમ એ મહિલાઓનો મૂળભૂત અધિકાર છે. આગામી એક વર્ષના સમયગાળામાં દેશનાં જુદાં-જુદાં શહેરોમાં ૧૦૦૦ કરતાં વધુ ટૉઇલેટ બનાવવાનો ટાર્ગેટ આ જોડીનો છે.

મહિલાઓએ પણ ‘વૉશરૂમ ઑન વ્હીલ્સ’ની સુવિધાને વખાણી છે. કેન્દ્ર સરકારના ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશભરમાં લાખો ટૉઇલેટ્સ બનાવવામાં આવ્યાં છે, પરંતુ પાણી અને વીજળીની અછતને કારણે એ ઉપયોગમાં નથી લેવાઈ રહ્યાં અને રાજ્ય સરકાર પણ એની જાળવણી નથી કરી શકતી.

pune national news offbeat news hatke news