આ કૅફેમાં આવીને શું નહીં કરવું એની યાદી સોશ્યલ મીડિયામાં હિટ

25 February, 2021 07:30 AM IST  |  Pune

આ કૅફેમાં આવીને શું નહીં કરવું એની યાદી સોશ્યલ મીડિયામાં હિટ

મેનુ-કાર્ડ

પુણેના બાણેરમાં આવેલા એક ઇરાની કૅફેનું મેનુ-કાર્ડ તેમાં લાગુ કરાયેલા ચિત્રવિચિત્ર પ્રતિબંધો માટે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. ઇરાની કૅફેનું આ મેનુ-કાર્ડ ટ્વિટર પર પોસ્ટ કરાયું છે. પોતાના કૅફેમાં આવનારા ગ્રાહકોને શું કરવા પર પ્રતિબંધ છે તેની એક લાંબી લચક યાદી છે, જેમાંની કેટલીક બાબતો ભવાં તંગ કરનારી તો વળી કેટલીક ચહેરા પર હાસ્યની લકીર રેલાવનારી છે. પ્રતિબંધની યાદીમાં સામાન્ય બાબતોને બાદ કરતાં મોટેથી વાત કરવા, ભાવતાલ કરવા, સટ્ટો કરવા, ખુરશી પર પગ ચઢાવીને બેસવા, સૂઈ જવા, મોબાઇલ ગેમ્સ રમવા, કેશિયર સાથે ફ્લર્ટ કરવા તેમ જ મફતની સલાહ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મેનુને અત્યાર સુધીમાં ૧૬૦૦ લાઇક્સ મળી છે. નેટિઝન્સ આ મેનુ પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. 

pune pune news offbeat news hatke news