ઑર્ડર કર્યો હતો 300 રૂપિયાનો, મળી ગઈ 19,000 રૂપિયાની આ વસ્તુ

13 June, 2020 10:12 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ઑર્ડર કર્યો હતો 300 રૂપિયાનો, મળી ગઈ 19,000 રૂપિયાની આ વસ્તુ

ડિલિવરી પાર્સલ

ઑનલાઇન કે અન્ય ઑર્ડર આપ્યા પછી માગ્યા કરતાં જુદી વસ્તુની ડિલિવરી મળતાં વ્યક્તિને ગુસ્સો આવે છે, પરંતુ પુણેના ગૌતમ રેગે સાથે અસામાન્ય ઘટના બની. ગૌતમે ૩૦૦ રૂપિયાના સ્કિન લોશનનો ઑર્ડર આપ્યો હતો, પરંતુ તેને ૧૯,૦૦૦ રૂપિયાના બોઝ વાયરલેસ ઇયરબડ્સની ડિલિવરી મળી. કંપનીએ ઑર્ડર પાછો ન લીધો અને ઉપરથી તેમણે સ્કિન લોશનના ચૂકવેલા ૩૦૦ રૂપિયા પાછા આપ્યા, કારણ કે કંપનીનું કહેવું હતું કે લોશન જેવી પ્રોડક્ટ નૉન-રિટર્નેબલ હોય છે. ગૌતમ રેગેએ વાયરલેસ ઇયરબડ્સની બાજુમાં મૂકેલા બે લીટર ડિટર્જન્ટના પૅકની તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કર્યા પછી એ પોસ્ટ ખૂબ વાઇરલ થઈ છે. રેગેએ આ બાબત ઍમેઝૉનની સપોર્ટ ટીમને જણાવતાં તેમણે ‘ઑર્ડર્સ નૉન રિટર્નેબલ’ પૉલિસીને કારણે બોઝ વાયરલેસ ઇયરબડ્સ રાખી મૂકવાનું કહ્યું હતું અને ૩૦૦ રૂપિયા રીફન્ડ કર્યા હતા.

pune offbeat news hatke news