રાતોરાત સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ ગઈ આ ઘરકામ કરનારી મહિલા, જાણો મામલો

08 November, 2019 05:43 PM IST  |  પુણે

રાતોરાત સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ ગઈ આ ઘરકામ કરનારી મહિલા, જાણો મામલો

કામવાળી ગીતા કાલે સાથે ગાયત્રી શિંદે

થોડા સમય પહેલા રાનૂ મંડલ રેલવે સ્ટેશન પર ગીત ગાતા જોવા મળી હતી અને લતા મંગેશકરનું ગીત એના પોતાના અવાજમાં ગાતી જવા મળી હતી. ત્યાર બાદ તે હિમેશ રેશમિયા દ્વારા ઘણી ફૅમસ થઈ ગઈ. પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં પુણેની એક ઘરકામ કરનારી મહિલાનો વિઝિટિંગ કાર્ડ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો પુણેના બાધવન વિસ્તારનો છે, જ્યાં લોકોના ઘરમાં કામ કરનારી ગીતા કાલેનો વિઝિટિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોને એક પણ કાર્ડ આપ્યા વગર ગીતેને દેશભરથી કામ માટે 2500થી વધારે ફોન કોલ્સ અને એક હજારથી વધારે વૉટ્સએપ્પ મેસેજ આવી ચૂક્યા છે. કાર્ડ પર ગીતા કાલેના નામથી લઈને એનો ફોન નબંર અને દરેક કામન સમય અને એનો ચાર્જ લખ્યો છે.

 

 

કાર્ડની ડીટેલમાં વાસણ ઘસવાના - 800 રૂપિયા મહિના, કચરા પોતા- 800 રૂપિયા મહિના, કપડા ધોવાના -800 રૂપિયા અને રોટલી બનાવવાના 1000 રૂપિયા લખ્યા છે.

લોકોના ઘરોમાં કામ કરનારી ગીતા કાલે એક દિવસ થોડી હેરાન હતી ત્યારે તે ગાયત્રી શિંદેના ઘરે પહોંચી હતી. ગાયત્રીના પૂછવા પર ગીતાએ જણાવ્યં કે એનું જૂનું કામ છૂટી ગયું છે, જેના લીધે તે હેરાન છે. ગાયત્રીએ ગીતાને સાત્વના આપતા કહ્યું કે કઈક વિચારીએ. તે સમયે ગાયત્રીના દિમાગમાં વિચાર આવ્યો કે ગીતાના નામનો એક કાર્ડ બનાવવામાં આવે અને આસપાસના લોકોને આપવામાં આવે, જેથી ગીતાને કામ સરળતાથી કામ મળી જાય.

એના બાદ ગાયત્રીએ ગીતા કાલેના નામના 100 કાર્ડ બનાવવા આપ્યા અને એક કાર્ડનો ફોટો પોતાના વૉટ્સએપ્પ ગ્રુપમાં શૅર કર્યો. તે જોતા જ આ કાર્ડ સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો કે પછી એનું શું કહેવું.

આ પણ વાંચો : જેલમાં જતાં પહેલાં ભાઈએ નાકમાં ગાંજો ઘુસાડ્યો, છેક 18 વર્ષ પછી યાદ આવ્યું

કાર્ડના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગીતાને દેશભરથી કામ માટે 2500થી વધારે ફોન કોલ્સ અને એક હજારથી વધારે વૉટ્સએપ્પ મેસેજ આવ્યા. હાલત એ થઈ ગઈ કે ગીતાને પોતાનો ફોન બંધ કરવો પડ્યો.

offbeat news hatke news pune national news