પોલીસ હવે બહાર નીકળનારા લોકોને લાકડીથી મારતા નથી, આરતી ઉતારે છે!

01 April, 2020 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ હવે બહાર નીકળનારા લોકોને લાકડીથી મારતા નથી, આરતી ઉતારે છે!

લૉકડાઉન દરમ્યાન બહાર નીકળેલા લોકોની આરતી ઉતારી રહ્યા છે પોલીસ

કોરોનાના રોગચાળાને કારણે ૨૧ દિવસના લૉકડાઉન દરમ્યાન લોકો રસ્તા પર ન નીકળે એની તકેદારી રાખવાની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરનારાઓને પોલીસ જવાનો લાકડી ફટકારતા હોય એવા વિડિયો ખૂબ વાઇરલ થયા અને એમાં પોલીસ દળની ટીકા પણ કરવામાં આવી. એથી પોલીસે હવે નવી યુક્તિઓ અને કીમિયા અજમાવવાની શરૂઆત કરી છે. તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વાઇરલ વિડિયોમાં પોલીસ લૉકડાઉનમાં બહાર નીકળેલા બે યુવાનોની આરતી ઉતારીને એવું વર્તન કરે છે કે પેલા બન્ને છોકરાઓ શરમ અનુભવે છે અને બે હાથ જોડી દે છે. સપના માદન નામના યુઝરે પોસ્ટ કરેલા આ વિડિયોના ૪ લાખ વ્યુઝ, ૧૦૦૦થી વધારે લાઇક્સ અને ૩૦૦થી વધુ રીટ્વીટ થઈ ચૂકી છે.

coronavirus national news offbeat news hatke news