આંખના ડોળામાં ટૅટૂ કરાવવાની ઘેલછામાં અંધાપો નોતર્યો આ બહેને

29 February, 2020 07:45 AM IST  |  Poland

આંખના ડોળામાં ટૅટૂ કરાવવાની ઘેલછામાં અંધાપો નોતર્યો આ બહેને

આંખના ડોળામાં ટૅટૂ

પ્રખ્યાત રૅપ-આર્ટિસ્ટ પોપેકને જોઈને આંખના ડોળાને કાળા રંગના કરવાના પ્રયાસમાં પોલૅન્ડની ૨૫ વર્ષની એક યુવતીએ તેની બન્ને આંખોની રોશની ખોવાનો વારો આવ્યો છે. ઍલેક્ઝાન્ડ્રા સેડોવાસ્કા તેની આંખના ડોળાને કાળા રંગના કરવા ટૅટૂ-આર્ટિસ્ટ પાસે ગઈ હતી. આંખના ડોળામાં બળતરા થતાં ટૅટૂ-આર્ટિસ્ટે એને સામાન્ય બાબત ગણાવીને પેઇન કિલરથી રાહત થશે એમ જણાવ્યું હતું. મહિલાને અજાણતાં ગંભીર ઈજા પહોંચાડવા બદલ આ ટૅટૂ-આર્ટિસ્ટને ત્રણ વર્ષની કેદની સજા થઈ છે.

આ પણ વાંચો : માલિકે પોપટની પાંખો કાપી નાખી, પણ ડૉક્ટરે નકલી પાંખો લગાડીને ફરી ઊડતો કર્યો

જમણી આંખની રોશની ગુમાવ્યા બાદ ડૉક્ટરોએ ઍલેક્ઝાન્ડ્રાને તેની બીજી આંખે પણ અંધાપો આવે એવી શક્યતા જણાવી હતી. વાસ્તવમાં ટૅટૂ-આર્ટિસ્ટે આંખના ડોળામાં ટૅટૂ ચીતરતી વખતે ગંભીર ભૂલ કરી હતી. શરીર પર ટૅટૂ ચીતરવા માટે વપરાતી શાહી આંખના સંપર્કમાં આવવી ન જોઈએ, પરંતુ તેણે એ જ શાહીથી આંખના ડોળામાં ટૅટૂ ચીતર્યું હતું. મતલબ કે પૂરી જાણકારી ન હોવા છતાં તેણે આ જટિલ અને જોખમી કામ હાથ ધર્યું હતું. જોકે ઍલેક્ઝાન્ડ્રા જણાવે છે કે આંખોની રોશની ગુમાવીને હતાશ થવાને બદલે જીવન મસ્તીથી જીવવાની કોશિશ કરીશ.

poland offbeat news hatke news