ન્યુ યૉર્કમાં ખૂલ્યો પ્લાસ્ટિકની ગ્રોસરીનો સ્ટોર

19 October, 2020 07:54 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કમાં ખૂલ્યો પ્લાસ્ટિકની ગ્રોસરીનો સ્ટોર

પ્લાસ્ટિકની ગ્રોસરીનો સ્ટોર

ન્યુ યૉર્કમાં એક પૉપ-અપ ગ્રોસરી સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનું નામ છે પ્લાસ્ટિક બૅગ સ્ટોર. બહારથી એ અસ્સલ ગ્રોસરી સ્ટોર જેવો દેખાય છે. બીજા ગ્રોસરી સ્ટોર્સની માફક એમાં પણ અભેરાઈઓ પર સોડા ડ્રિન્ક્સ અને કાર્ટન્સ જોવા મળે છે. સુશી રોલ્સ કે અનાજનાં બૉક્સ નજીકથી જોતાં એના પર પ્લાસ્ટિક બૅગાકૅડો રોલ્સ, યકી શાર્ડ્સ તેમ જ કૅપ્સ એન જેવાં લેબલ્સ જોવા મળે છે. જોકે એમાં કોઈ રિયલ ગ્રોસરી નથી. અંદર પણ તમામ ચીજો પ્લાસ્ટિકની બનેલી હોય એવી જ મૂકવામાં આવી છે.

ટાઇમ્સ સ્ક્વેરમાં આ પ્લાસ્ટિક ગ્રોસરી સ્ટોર ખોલવા પાછળ પર્યાવરણ વિશે લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ છે. ન્યુ યૉર્કમાં તાજેતરમાં પ્લાસ્ટિક બૅગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ન્યુ યૉર્ક સ્ટેટમાં દર વર્ષે ૨૩ અબજથી વધારે પ્લાસ્ટિક બૅગ્સ વપરાતી હતી. આજથી ન્યુ યૉર્ક રાજ્યમાં પ્લાસ્ટિક બૅગ્સ પર પ્રતિબંધ મુકાયો છે. બ્રુકલિનના આર્ટિસ્ટ અને આ પ્લાસ્ટિક બૅગ સ્ટોર બનાવનારા રોબિન ફ્રોહાર્ટેનું કહેવું છે કે ‘રોજ આપણે નિકાલ ન કરી શકાય એવો ઘણો કચરો પેદા કરીએ છીએ. એ બાબતે સાર્વજનિક ધોરણે અનેક ઠેકાણે અને સોશ્યલ મીડિયામાં કટાક્ષ પણ કરવામાં આવે છે એથી પ્લાસ્ટિક બૅગ્સનો સ્ટોર પણ સામાન્ય કરિયાણાની દુકાન-ગ્રોસરી સ્ટોર જેવો દેખાય એવું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. એથી હવે લોકો કરિયાણાની દુકાનમાં જાય ત્યારે પૃથ્વીની ભીતર-બહાર પર્યાવરણની શી સ્થિતિ હશે અને પૅકેજિંગની શી વાસ્તવિકતા હશે એના વિચાર લોકો કરશે એવી આશા જાગે છે.’

offbeat news hatke news new york