ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતો દેખાયો એટલે પબ્લિકે તેને...

25 January, 2020 10:18 AM IST  |  Turkey

ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતો દેખાયો એટલે પબ્લિકે તેને...

ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતો

તુર્કસ્તાનના એસ્કિસિર શહેરમાં ૨૦૧૭ની ૨૪ ડિસેમ્બરે બનેલી ઘટનાના કેસનો ચુકાદો ટૂંક સમયમાં અપેક્ષિત છે. એક ગ્રાહકના અપાર્ટમેન્ટના સીસીટીવી કૅમેરામાં ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતો દેખાયો હતો જેની સામે પોલીસે ગુનો નોંધીને અદાલતમાં કેસ ચલાવ્યો હતો. એ કેસના ચુકાદામાં ડિલિવરી-બૉયને ૧૮ વર્ષ કેદની સજાનું ફરમાન થાય એવી શક્યતા છે. ઉક્ત ગુના માટે અદાલત ૪૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરી ચૂકી છે.

આ પણ વાંચો : રૂમાલ પર કંકોતરી છપાવી, ઘોડી પર બેસીને વરઘોડો અને મહેમાનોને ભેટમાં છોડ

અપાર્ટમેન્ટના માલિકે સીસીટીવી કૅમેરાનું ફુટેજ જોયા પછી ઑનલાઇન ફૂડ ઑર્ડર કરનારને સતર્ક કર્યો હતો. સીસીટીવી કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે બુરક એસ નામનો ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતી વખતે મોબાઇલ ફોનમાં એનો વિડિયો બનાવીને પોતાની પાસે રાખતો હતો. તે એવું શા માટે કરતો હતો એની સ્પષ્ટતા થઈ નથી. ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમવાના આરોપસર એ ડિલિવરી-બૉયને ૧૮ વર્ષની સખત કેદની સજાની માગણી લોકો કરતા હતા. એ માગણી પ્રમાણે અદાલત સજા કરે એવી શક્યતા છે.

turkey offbeat news hatke news