પીટાનું કહેવું છે કે દૂધ કરતાં બિઅર વધુ હેલ્ધી

10 December, 2019 09:34 AM IST  | 

પીટાનું કહેવું છે કે દૂધ કરતાં બિઅર વધુ હેલ્ધી

દૂધ અને બિઅર

ભલે એવું કહેવાતું હોય કે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ(પીટા)ના મત મુજબ બિઅર પીવાનું દૂધ પીવા કરતાં વધુ હેલ્ધી છે. આવું તેઓ કેમ કહે છે એ જરાક સમજીએ. નાનપણથી જ આપણને એવું કહેવામાં આવ્યું છે કે દૂધ પીવાનું બહુ મહત્ત્વનું છે અને એ આપણા શારીરિક-માનસિક વિકાસ માટે બહુ જરૂરી છે. ઘણા ગુજરાતી ઘરોમાં તો રોજ એકથી બે ગ્લાસ દૂધ પીવાનું બધા માટે ફરજિયાત હોય છે. જોકે પીટા સંસ્થાના ઑફિશ્યલ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ‘દૂધ કરતાં બિઅર વધુ સારું છે. અને આ ઑફિશ્યલ છે. અભ્યાસોમાં જોવા મળ્યું છે કે બિઅર હાડકાંને મજબૂતી બક્ષે છે અને આવરદા લંબાવે છે. જ્યારે દૂધ ઓબેસિટી, ડાયાબિટીઝ અને કૅન્સર જેવા રોગો સાથે સંકળાયેલું છે.’ 

આ પણ વાંચો : આ પ્રાણીપ્રેમીને પાળેલા વાઘોએ જ ઘાયલ કરી નાખી

આ બધું પીટાએ હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનો હવાલો આપીને કહ્યું છે. જોકે હજીયે આ બાબત ચર્ચાસ્પદ છે. બિઅરના ફાયદા છે એની ના નહીં, પરંતુ એ આખરે આલ્કોહૉલિક પીણું છે. જવ, ચોખા, મકાઈ જેવાં ધાન્યોમાંથી બનતા બિઅરમાં જરૂરી પોષક તત્વો પણ ભરપૂર છે, જોકે એને દૂધ કરતાં વધુ હેલ્ધી ગણવા પાછળ પીટાવાળાઓનો ઇરાદો વીગનિઝમને પ્રમોટ કરવાનો છે એવું સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

offbeat news hatke news