લૉકડાઉનમાં બહાર ફરવા માટે આ ભાઈએ પાંદડાંનો પોશાક પહેરી લીધો

01 April, 2020 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં બહાર ફરવા માટે આ ભાઈએ પાંદડાંનો પોશાક પહેરી લીધો

આ ભાઈએ પાંદડાંનો પોશાક પહેરી લીધો

કોરોના વાઇરસથી કંટાળેલા બ્રિટિશરો પોતાને વ્યસ્ત રાખવા કાંઈ પણ ગતકડાં કરતાં હોય છે, પણ આ ભાઈએ તો ગજબ કરી. બહાર નીકળવા માટે વલખાં મારી રહેલા આ ભાઈએ પોલીસ જોઈ ન જાય એ માટે પાંદડાંઓનો પોશાક પહેરી લીધો હતો. આમ તો આ ભાઈનું કારસ્તાન બહાર ન આવત, પણ તેમના પાડોશી નિકોલસ મૅરી તેને આવી રીતે બહાર નીકળતા જોઈ ગયા. તેઓ પોતાના આ આશ્ચર્ય પર લોકોને ભરોસો થાય એ માટે પાંદડાં વીંટીને રસ્તા પર દોડતા અને અચાનક બાજુના ઘરની લીલી વાડમાં છુપાઈ જતા એ માણસનો વિડિયો ઉતારી લે છે. જોકે અનેક પ્રયત્નો પછી પણ પોલીસની નજરમાંથી આ ભાઈ છટકી શકતા નથી.

offbeat news hatke news international news