આ છોકરીએ પેટ્રોલ પમ્પ પર કર્યું કંઈક એવું, લોકો જોઈને હેરાન થઈ ગયા

02 July, 2020 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ છોકરીએ પેટ્રોલ પમ્પ પર કર્યું કંઈક એવું, લોકો જોઈને હેરાન થઈ ગયા

પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવતી છોકરી

હાલ કોરોના વાઈરસના લીધે લોકોનું જીવન અસ્ત-વયસ્ત થઈ ગયું છે. ત્યારે લોકો લૉકડાઉનમાં ઘરે બેસીને કંટાળી ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો સમય પસાર કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે કન્ફ્યૂઝ થઈ જશો.

હકીકતમાં આ વીડિયોમાં એક છોકરી પેટ્રોલ પમ્પ પર પોતાની એસયૂવી(SUV) કાર લઈને આવે છે અને કારથી ઉતરીને પેટ્રોલ ભરાવનારી મશીન પાસે પાઈપ લઈને કારમાં પેટ્રોલ નાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ પેટ્રોલ પમ્પ પર કાર ખોટી સાઈડમાં ઉભી રાખવાને કારણે તે કારમાં પેટ્રોલ ભરી નથી શકતી. બાદ તે ફરીથી કારમાં બેસીને બીજા મશીન પાસે જઈને કાર ઉભી કરે છે, પરંતુ એકવાર ફરીથી એણે એવી જ ભૂલ કરી જે એણે પહેલા કરી હતી.

છોકરીએ ફરીથી કારને ખોટી સાઈડ ઉભી રાખી હતી અને એના લીધે તે પાછી કારમાં પેટ્રોલ ભરી શકી નહીં. 2 વાર સતત આવી ભૂલ કર્યા બાદ એકવાર ફરીથી કારને બીજી તરફ લઈ જાય છે અને ત્યા જઈને ઉભી રાખે છે અને પેટ્રોલ મશીન પાસે જઈ પેટ્રોલ ભરવાની કોશિશ કરો છે પણ એણે ત્રીજી વાર પણ એજ ભૂલ કરે છે.

તમને જણાવી દઈએ આ 5 મિનિટના વીડિયોની રેકૉર્ડિંગ પેટ્રોલ પમ્પ પર ઉભી કારની અંદર બેઠા પતિ-પત્નીનો છે. સાથે જ આ વીડિયોના પાછળ તમે રેકૉર્ડિંગ કરનારા વ્યક્તિનો અવાજ પણ સાંભળી શકો છો. એ વ્યક્તિ કહે છે, કારની બીજી તરફ ગેસ ટેન્ક છે, છોકરીએ પહેલા પણ જ આવી ભૂલ કરી, એ કારને ખોટી સાઈડ ઉભી કરી રહી છે. ડ્રાઈવર તરફ જ ગેસ કે પેટ્રોલની ટાંકી હોય છે.

ફેસબુકની સાથે આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ફેસબુક પર 35 હજાર કમેન્ટ્સ સાથે 10 હજારથી વધુ લાઈક્સ મળી છે. એટલું જ નહીં, આ વીડિયોને અત્યાર સુધીમાં 276 હજાર લોકો શૅર કરી ચૂક્યા છે.

offbeat news hatke news international news