કદી મોર તમારી બારીએ ટકોરા દે તો શું?

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કદી મોર તમારી બારીએ ટકોરા દે તો શું?

મોર

લૉકડાઉનમાં રસ્તા પરથી ગાડીઓ ગાયબ થઈ ગઈ છે અને મોર કળા કરતા જોવા મળે છે. જોકે આપણે ઘરમાં બેઠા હોઈએ અને મોર બારી ખટખટાવે એવો ક્યારેય વિચાર આવ્યો છે ખરો? કદાચ લૉકડાઉનમાં આ સપનું પૂરું થઈ શકે એમ છે. લૉકડાઉનના સમયમાં જ્યારે માણસો ઘરમાં બંધ છે ત્યારે પશુ-પક્ષીઓ મુક્ત વિહારનો આનંદ માણી રહ્યાં છે. આવામાં ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મોર સાચે જ બારી પર ચાંચ વડે ટકોરા મારી રહ્યો છે. ટ્વિટર-યુઝર ગજાનન મેહતાએ આ વિડિયો ટ્વિટર પર શૅર કરતાં કૅપ્શન લખી છે, ‘આવા અણધાર્યા મહેમાન આવી ચડે તો તમે શું કરો?’

બાવન સેકન્ડના આ વિડિયોમાં મોર એક ઘરની બારીની બહાર ઊભો રહીને ચાંચ વડે બારીના કાચ પર ટકોરા મારી રહ્યો છે. વિડિયોમાં મોર સાદ દઈને કોઈકને બોલાવી રહ્યો છે. આ એકદમ અસાધારણ વિડિયો ટ્વિટર પર તત્કાળ વાઇરલ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં એને હજારો લાઇક્સ મળી છે.

offbeat news hatke news