મુરતિયાએ લગ્નવિષયક લખ્યું કે ‘કન્યામાં દેશભક્તિની ભાવના ભરપૂર હોવી જોઈએ

19 February, 2020 07:40 AM IST  | 

મુરતિયાએ લગ્નવિષયક લખ્યું કે ‘કન્યામાં દેશભક્તિની ભાવના ભરપૂર હોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

એક બેરોજગાર યુવકે લગ્ન માટે મૅટ્રિમોનિયલ ઍડ્વર્ટાઇઝમેન્ટ આપી. અભિનવકુમાર નામના એ યુવકે લખ્યું કે ‘કન્યામાં દેશભક્તિની ભાવના ભરપૂર હોવી જોઈએ. ભારતની ખેલકૂદ અને સૈન્યક્ષમતા વધારવામાં રુચિ ધરાવતી હોવી જોઈએ.’ આ ઍડ્વર્ટાઇઝમેન્ટ સોશ્યલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ છે. કેટલાક લોકો મશ્કરી કરી રહ્યા છે. એક જણે લખ્યું કે ‘આને કન્યામાં બધું જોઈએ છે.’ મોહિત નામના એક યુઝરે લખ્યું કે ‘તું પોતે લશ્કરમાં કેમ જોડાઈ જતો નથી?’

અન્ય એક યુઝરે લખ્યું કે ‘જિંદગીભર એકલો રહેશે બિચારો.’ એક જણે લખ્યું કે ‘આટલા બધા સદ્ગુણો એક મહિલામાં ન હોઈ શકે, સુપરવુમનમાં પણ નહીં. આ યુવાને તેની ઇચ્છા પૂરી કરવા માટે અનેક યુવતીઓ સાથે પરણવું પડશે.’

આ ઍડ્વર્ટાઇઝમેન્ટ અખબારમાં ક્યારે પ્રકાશિત થઈ એની ખબર નથી, પરંતુ લોકો ૧૬ ફેબ્રુઆરીથી કમેન્ટ્સ કરી રહ્યા છે.
ન્યુઝપેપરની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં ‘બ્રાહ્મણ’ કૉલમમાં ૩૧ વર્ષના અભિનવકુમારે હાઇટ પાંચ ફુટ આઠ ઇંચ લખી હતી અને નોકરીધંધાની કૉલમમાં લખ્યું હતું, ‘હાલમાં કંઈ નહીં.’ ત્યાર પછી કન્યામાં અપેક્ષિત ગુણોમાં દેશભક્તિ સહિત અનેક બાબતોનો ઉલ્લેખ કૅપિટલ લેટરમાં લખીને કરવામાં આવ્યો હતો.

offbeat news hatke news