હવે પાકિસ્તાની પત્રકારે બાદશાહ બનીને રિપોર્ટિંગ કર્યું

17 January, 2020 10:08 AM IST  |  Pakistan

હવે પાકિસ્તાની પત્રકારે બાદશાહ બનીને રિપોર્ટિંગ કર્યું

પાકિસ્તાની પત્રકારે બાદશાહ બનીને રિપોર્ટિંગ કર્યું

ગધેડા પર બેસીને રિપોર્ટિંગ કરી ચૂકેલા પાકિસ્તાનના પત્રકાર અમીન હફીઝ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ભાઈસાહેબે લાહોરના કિલ્લાના શાહી કિચનમાંથી રિપોર્ટિંગ કર્યું છે અને એ વખતે તેમણે બાદશાહ જેવો વેશ ધારણ કર્યો છે. આ કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં શામેલ છે અને છતાં અહીં લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને શાદી-બ્યાહ જેવી રસમો અહીં કરે છે. આ મામલે એક યુગલ પકડાયું છે અને એ સંદર્ભે રિપોર્ટિંગ કરતી વખતે અમીન હફીઝે બાદશાહી ઠાઠ સાથે ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. સાવ સાદી જણાતી ઘટના હોવા છતાં આવા ગતકડાંને કારણે વિડિયોને ૨.૫ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.

pakistan offbeat news hatke news