પાકિસ્તાનનો આ મિસ્ત્રી તો મૉડલ બની ગયો

18 July, 2020 06:50 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનનો આ મિસ્ત્રી તો મૉડલ બની ગયો

મિસ્ત્રી

પુરુષાર્થ અને પ્રારબ્ધ સાથે મળે તો નસીબ આડેનું પાંદડું ખસતાં વાર નથી લાગતી. આવું જ કાંઈક બન્યું છે પાકિસ્તાનના આ સુથાર સાથે. નાનપણથી મૉડલ બનવાનું સપનું જોઈ રહેલો ૨૪ વર્ષનો મોહમ્મદ વકાસ ચાર વર્ષ પહેલાં કાર્પેન્ટરના કામની નોકરી કરવા સાઉદી અરેબિયા ગયો હતો. તેનો મિત્રો સાથે મસ્તી-મસ્તીમાં પાડેલો એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર મુકાયો અને એમાંથી એક તસવીર તો એટલી વાઇરલ થઈ કે એનાથી તેની લાઇફ બદલાઈ ગઈ.

આ પણ વાંચો : માલિકે ઊંટ વેચી દીધેલું, પણ 100 કિમી ચાલીને ફરીથી માલિક પાસે આવ્યું

મોહમ્મદનો મિત્ર ફૈઝલ એક ફોટો-સેશનનું એડિટિંગ કરી રહ્યો હતો એ વખતે મોહમ્મદે તેની મૉડલ બનવાની ઇચ્છા વ્યક્ત કરતાં ફૈઝલે તેનો સિમ્પલ ફોટો સોશ્યલ મીડિયા પરની એજન્સીઓને મોકલી આપ્યો હતો, જેણે મોહમ્મદના જીવનની દિશા જ બદલી નાખી હતી.

pakistan offbeat news hatke news