પત્નીએ ખરીદેલા ચપ્પલ તકલાદી નિકળ્યા, તો પતિએ કર્યો દુકાનદાર પર કેસ

21 December, 2020 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્નીએ ખરીદેલા ચપ્પલ તકલાદી નિકળ્યા, તો પતિએ કર્યો દુકાનદાર પર કેસ

પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - જાગરણ

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય રહેવાની વાત છે, ખાસ કરીને લૉકડાઉનમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના સમાચારની ઘણી ન્યૂઝ સાંભળવા મળી હતી. કોરોના વાઈરસના લીધે કડક થયેલા લૉકડાઉનના લીધે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. સાથે બન્નેની નાની બાબતો પર જોરદાર ઝઘડો જોવા મળ્યો હતો. પણ આ ઝઘડો ઘણા લાંબા સમયથી રહેતો નથી. પછી બન્ને એકબીજાને મનાવી લે છે. પતિ-પત્નીથી જોડાયેલી ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ જાય છે. એવી જ રીતે હાલ સોશિયલ મીડિયા પર એક સમાચાર લોકોનું ધ્યાની ખેંચી રહી છે. આ ઘટના પાકિસ્તાન કરાચીની છે. ઘટના એ છે કે એક પતિએ એક દુકાનદાર વિરૂદ્ધ કન્ઝ્યુમર કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

એક ચપ્પલ વેચનારા દુકાનદાર વિરૂદ્ધ એક પતિએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કારણકે એની પત્નીએ આ દુકાનદાર પાસેથી ચપ્પલ ખરીદ્યા હતા અને તે ખરાબ નીકળ્યા. ત્યાર બાદ પતિ કોર્ટ સુધી પહોંચી ગયો.

સોશિયલ મીડિયા પર આ સમાચાર શૅર કરતા લોકો પતિને હસબન્ડ ઑફ ધ યરનો ખિતાબ આપી રહ્યા છે. કારણકે તે પોતાની પત્નીની એક ચપ્પલ માટે કોર્ટ સુધી પહોંચી ગયો.

કોર્ટમાં અરજી કરીને આ વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે એની પત્ની કરાચીના તારિક રોડ પર એક દુકાનમાંથી 1600 રૂપિયાની એક જોડી ચપ્પલ ખરીદી છે. થોડા દિવસ બાદ જ એક ચપ્પલ તૂટી ગયું. અમે દુકાનદાર પાસે ગયા અને ફરિયાદ કરી, પરંતુ દુકાનદાર કઈપણ સાંભળવા તૈયાર નહીં હતો. મારી પત્નીને આ ચપ્પલ બહુ જ પસંદ હતા. ચપ્પલના તૂટવાથી તે ઘણી દુ:ખી છે.

માત્ર એટલું જ નહીં પણ અરજી જોયા બાદ કોર્ટે આ મામલાની સુનવણી માટે પણ અનુમતિ આપી દીધી છે અને આ ઘટનામાં સામેલ લોકો અને સાક્ષીઓને પણ નોટિસ આપી છે. અરજી કરનાર વ્યક્તિએ દુકાનદાર પર ભારે દંડ અને એના વિરૂદ્ધ કડક પગલાં લેવાની પણ માંગ કરી છે.

pakistan karachi offbeat news hatke news international news