પાકિસ્તાનમાં હિમશિલા નીચે દબાયેલી કિશોરી 18 કલાકે જીવતી નીકળી

17 January, 2020 09:07 AM IST  | 

પાકિસ્તાનમાં હિમશિલા નીચે દબાયેલી કિશોરી 18 કલાકે જીવતી નીકળી

પાકિસ્તાનમાં હિમશિલા નીચે દબાયેલી કિશોરી

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ધસી પડેલી હિમશિલા નીચે દબાઈ ગયેલી કિશોરી ૧૮ કલાક પછી જીવતી નીકળી હતી. સમીના બીબી નામની ૧૨ વર્ષની કન્યા હાલમાં મુઝફ્ફરાબાદની હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. રવિવારથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઠંડી, બરફવર્ષા, હિમપ્રપાત તેમ જ હિમશિલા ધસી પડવાના બનાવોમાં ૭૬ જણ માર્યા ગયા છે. 

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની નીલમ વૅલીમાં શિયાળાની અતિશય ઠંડીને સંબંધિત અનેક ઘટનાઓ બની હતી.

રવિવારની ઘટનામાં અનેક લોકો બરફના મોટા ઢગલા નીચે દબાયા હતા. એમાં સાઇમા અને તેના એક ભાઈ તથા એક બહેનનો પણ સમાવેશ છે. ભાઈ અને બહેન જીવતાં નહોતાં. એ સ્થિતિમાં સાઇમાની મમ્મી શાહનાઝે કહ્યું હતું કે ‘મેં અને મારા ભાઈએ સાઇમા જીવતી રહેવાની આશા ગુમાવી દીધી હતી. અમે અને અમારા ગામના અન્ય લોકો જે ત્રણ માળના મકાનમાં આશ્રય લેતા હતા, એ મકાન પર હિમશિલા ધસી આવી હતી. એ ઘટનામાં ઓછામાં ઓછા ૧૮ જણ માર્યા ગયા હતા.’

kashmir offbeat news hatke news