બિલાડીએ બે મોઢાંવાળા બચ્ચાને જન્મ આપ્યો

25 May, 2020 08:22 AM IST  |  Albany | Gujarati Mid-day Correspondent

બિલાડીએ બે મોઢાંવાળા બચ્ચાને જન્મ આપ્યો

બે મોઢાંવાળી બિલાડી

ઑરેગોનમાં એક પરિવારમાં તેમની પાળેલી બિલાડીએ એક માથા પર બે મોઢાં ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. અલ્બેનીની પૂર્વમાં એક ફાર્મમાં રહેતા કાયલા કિંગના પરિવારમાં એક વર્ષની બિલાડીએ છ બચ્ચાંને જન્મ આપ્યો હતો. જોકે એમાંના એક બચ્ચાને બે મોઢાં, બે નાક અને ચાર આંખો હતાં.

ક્રેનિઓફેસિયલ ડુપ્લિકેશન તરીકે ઓળખાતી જન્મજાત ખામીને કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન રોમન દેવને બે ચહેરાઓ સાથે દર્શાવ્યા હોવાથી આવી બિલાડીઓ સામાન્ય રીતે જાનુસ બિલાડીઓ તરીકે ઓળખાય છે.

એ જાતે ખાઈ શકતી નથી એટલે એની માલિકણ એને હાથેથી કંઈક પીવડાવવાની કોશિશ કરી રહી છે. સામાન્ય રીતે આવી બિલાડીઓ વધુ જીવતી નથી, પરંતુ જો એમના આંતરિક અવયવોમાં કોઈ બદલાવ ન થયો હોય તો એ વર્ષો સુધી જીવતી રહે છે.

ફ્રૅન્ક અને લુઇ નામની બે મૅસેચુસેટ્સની બિલાડીએ ૧૫ વર્ષ જીવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.

offbeat news hatke news international news