સામાન્ય જણાતા આ ઘરમાં 26 ફીટ નીચે અન્ડરગ્રાઉન્ડમાં ગાર્ડન અને પૂલ છે

13 April, 2020 07:28 AM IST  |  Las Vegas | Gujarati Mid-day Correspondent

સામાન્ય જણાતા આ ઘરમાં 26 ફીટ નીચે અન્ડરગ્રાઉન્ડમાં ગાર્ડન અને પૂલ છે

સામાન્ય જણાતા આ ઘરમાં અન્ડરગ્રાઉન્ડમાં ગાર્ડન અને સ્વિમિંગ-પૂલ છે

આ સાથે મૂકવામાં આવેલા ફોટોમાં ઘર છે જે બહારથી એકદમ સાદુંસીધું લાગે છે, પરંતુ અંદરથી અદ્યતન અને લેવિશ છે. લાસ વેગસમાં આવેલું આ ઘર જમીનની ઉપર કરતાં અંદર બંકરમાં વધુ વિશાળ વિસ્તાર ધરાવે છે. આ બંકર હાલમાં વેચવા માટે મૂકવામાં આવ્યું છે. જમીનથી નીચે ૨૬ ફુટ અંદર આ ઘર સાથે પાંચ બેડરૂમ્સ, બાર અને સ્વિમિંગ-પૂલની જે સુવિધા મળી રહી છે એ જોતાં એને વિશ્વની આઠમી અજાયબી ગણાવી શકાય. લગભગ ૧૩૨ કરોડ રૂપિયાના આ ઘરમાં તમે કલ્પના પણ ન કરી શકો એટલી અજાયબી છે. ૧૯૭૮માં બાંધવામાં આવેલું આ મકાન વાસ્તવમાં એની ૨૬ ફીટ નીચે અન્ડરગ્રાઉન્ડમાં પાંચ બેડરૂમ, ૬ બાથરૂમ જેવી વૈભવી સુવિધા ધરાવે છે, જ્યાં લિફ્ટમાં જઈ શકાય છે.

ઘરના ફેલાયેલા ભૂગર્ભ બગીચાના ફોટોમાં બંકરની છત સુધી નકલી ઝાડ દેખાય છે, જેમાં સ્વિમિંગ-પૂલ અને ડાન્સ ફ્લોર છે. ઘરની દીવાલો પર પર્વતોનાં દૃશ્ય, સિટીસ્કૅપ, વન્યજીવન તેમ જ દરવાજા પર ઊભા રહેલા મુલાકાતીઓનાં ચિત્રો મુકાયાં છે. બગીચાને કુદરતી પ્રકાશ ન મળતો હોવાથી દિવસ, સાંજ, પ્રભાત અને રાત્રિ મોડ્સના સેટિંગ્સ કરાયા છે. આ ઉપરાંત અન્ડરગ્રાઉન્ડમાં વિશાળ ડાઇનિંગ એરિયા, સિનેમા રૂમ, પૂલ ટેબલ, સ્વિમિંગ-પૂલ અને મોટા બેડરૂમ હોવાથી મુલાકાતીઓ માટે પુષ્કળ જગ્યા છે.

las vegas offbeat news hatke news international news