એવું એક ગામ, જ્યાં ફક્ત રહે છે એક જ મહિલા, આવી છે રસપ્રદ વાર્તા

13 September, 2020 05:13 PM IST  |  America | Gujarati Mid-Day Online Correspondent

એવું એક ગામ, જ્યાં ફક્ત રહે છે એક જ મહિલા, આવી છે રસપ્રદ વાર્તા

મોનોવી ગામ

સામાન્ય રીતે, નાના ગામમાં પણ ઓછામાં ઓછા 50 થી 100 લોકો રહેતા હોય છે. પરંતુ વિશ્વનું એક એવું ગામ છે, જ્યાં તમને વસ્તી જાણીને આશ્ચર્ય થઈ જશે. આ ગામમાં એક જ મહિલા રહે છે અને તે ખૂબ વૃદ્ધ પણ છે. આ મહિલા ઘણાં વર્ષોથી એક ગામમાં એકલી જ રહે છે. આજે અમે તમને આ ગામ અને મહિલાને લગતી એક રસપ્રદ વાર્તા જણાવીશું.

આ ગામનું નામ મોનોવી છે, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં છે. વર્ષ 2010ની વસ્તી ગણતરી અનુસાર, અહીં એક માત્ર વૃદ્ધ મહિલા રહે છે, નામ એલ્સી આઈલર છે. હાલ તેની ઉંમર લગભગ 86 વર્ષની છે. એ મહિલા જ ત્યાની બારટેન્ડરથી લઈને લાઈબ્રેરિયન અને મેયર છે. એલ્સી આઈલર વર્ષ 2004થી એકલી જ આ ગામમાં રહે છે.

54 હેક્ટરમાં ફેલાયેલો મોનોવી ગામ અગાઉ વસવાટ કરતું હતું. એક અહેવાલ મુજબ, 1930 સુધી અહીં 123 લોકો રહેતા હતા, પરંતુ તે પછી વસ્તી ધીરે ધીરે ઓછી થવા લાગી. 1980 સુધીમાં ફક્ત 18 લોકો જ આ ગામમાં બચ્યા હતા. બાદ 2000 સુધી ફક્ત અહીંયા બે લોકો જ બચ્યા હતા, એલ્સી આઈલર અને તેનો પતિ રૂડી આઈલર. 2004માં રૂડી આઈલરનું અવસાન થઈ ગયું, જેના બાદ એલ્સી એકલી જ રહી ગઈ.

86 વર્ષીય એલ્સી ગામમાં જ એક બાર ચલાવે છે, જ્યાં અન્ય રાજ્યો સિવાય બીજા દેશોથી પણ લોકો આવે છે. લોકો ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કુદરતી સૌંદર્ય માણવા માટે આ ગામ આવે છે. એલ્સીએ પોતાના બારમાં મદદ માટે કોઈને પણ નોકરી પર રાખ્યા નથી. જે લોકો અહીંયા આવે છે, તેઓ જ એની મદદ કરે છે.

એટલું જ નહીં મોનોવી ગામમાં એક પોસ્ટ ઑફિસ પણ છે, જેની રચના વર્ષ 1902માં થ હતી. પરંતુ ઘટતી વસ્તીને કારણે, 1967માં આ પોસ્ટ ઑફિસ બંધ થઈ ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે આ ગામ છોડવા પાછળ રોજગારીનું મુખ્ય કારણ હતું. લોકો પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે શહેરોમાં સ્થાયી થઈ ગયા.

united states of america offbeat news hatke news international news