અમેરિકામાં હવે વન સ્ટૉપ કોવિડ-19 અસેન્શિયલ સ્ટોર્સ ખૂલી રહ્યા છે

01 July, 2020 07:23 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં હવે વન સ્ટૉપ કોવિડ-19 અસેન્શિયલ સ્ટોર્સ ખૂલી રહ્યા છે

કોવિડ-19 અસેન્શિયલ સ્ટોર્સ

ચોમાસુ રોગચાળા હોય કે કોરોના જેવો વૈશ્વિક રોગચાળો હોય, જે રીતે હૉસ્પિટલો માટે બીમારીઓ બિઝનેસ અપૉર્ચ્યુનિટી છે એ રીતે વેપારીઓ અને દુકાનદારો માટે પણ એ બિઝનેસ અપૉર્ચ્યુનિટી બને છે. અમેરિકાના માયામીમાં વન સ્ટૉપ કોવિડ-19 અસેન્શિયલ્સની દુકાનો ખૂલી રહી છે. એમાં હૅન્ડ સૅનિટાઇઝર્સ, ડિસઇન્ફેક્ટન્ટ્સ, પોર્ટેબલ યુવી લાઇટ્સ સ્ટરિલાઇઝર્સ, શૂ કવર ડિસ્પેન્સર્સ, માસ્ક્સ, નો ટચ ડોર ઓપનર્સ વગેરે કોરોના-ઇન્ફેક્શનથી બચવાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે. ૩૫૦થી ૬૫૦ રૂપિયા સુધીની કિંમતે વિવિધ પ્રકારની ખુશ્બૂ ધરાવતાં સૅનિટાઇઝર્સ અને  લગભગ ૩૪૦૦ રૂપિયાની કિંમતે બ્લૅક લાઇવ્ઝ મૅટર માસ્ક તથા અન્ય પ્રકારના માસ્ક ઉપલબ્ધ થાય છે. જેમ કપડાંની દુકાનમાં દરેક જાતનાં કપડાં અને બાળકોનાં રમકડાંની દુકાનમાં દરેક ઉંમરનાં બાળકો માટે દરેક પ્રકારનાં રમકડાં ઉપલબ્ધ થાય છે એ રીતે આ સ્ટોર્સમાં કોવિડ-19થી બચવા અને બીમારી થઈ હોય તો સાવચેતીનાં ફૅન્સી અને સાદાં સાધન-સરંજામ ઉપલબ્ધ છે.   

united states of america offbeat news hatke news international news covid19 coronavirus