બીચ વૉલીબૉલની રમતમાં આ શ્વાન પણ માહેર છે

08 April, 2020 09:43 AM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

બીચ વૉલીબૉલની રમતમાં આ શ્વાન પણ માહેર છે

વૉલીબૉલ રમતો શ્વાન

નૉર્વેમાં કિયારા નામની એક માદા શ્વાન વૉલીબૉલ રમવાની શોખીન છે. એને માણસો સાથે રમવાનું ખૂબ ગમે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવતા નૉર્વેજિયન બીચ વૉલીબૉલના વિડિયોમાં કિયારાની ઉપસ્થિતિ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. એ વિડિયો પછીથી ટ્‍વિટર જેવાં અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ શૅર કરવામાં આવ્યો હતો. કિયારાના પોતાના ટ્‍વિટર -હૅન્ડલ પર પણ એ વિડિયો જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર શ્વાનને સારી રીતે વૉલીબૉલ રમતા જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતી અને શ્વાનોને માણસો કરતાં વધુ સક્ષમ ગણાવતી કમેન્ટ્સ કરવામાં આવી છે.

norway offbeat news hatke news international news