સળગતા ઘરમાંથી તાનાશાહની ફોટોને બદલે બાળકોને બચાવનાર મમ્મીને થશે સજા

11 January, 2020 10:56 AM IST  |  North Korea

સળગતા ઘરમાંથી તાનાશાહની ફોટોને બદલે બાળકોને બચાવનાર મમ્મીને થશે સજા

તસવીરો

પોતાના ઘરમાં આગ લાગે તો તમે સૌથી પહેલાં શું બચાવો? પોતાના પરિવારજનોને જ સ્તો. જોકે નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જૉન્ગ ઉનના રાજમાં એક માતાને એટલા માટે સજા ફટકારવામાં આવી છે કેમ કે તેણે પોતાના બળતા ઘરમાંથી પોતાના બાળકોને બચાવી લીધાં, પણ તેના ઘરમાં જૉન્ગ પરિવારની જે તસવીરો ટાંગેલી એ બચાવી નહોતી.

વાત એમ છે કે નૉર્થ કોરિયામાં રહેતા દરેક વ્યક્તિના ઘરમાં કિમ જૉન્ગના પરિવાર અને કિમ ઇલ સુન્ગ એમ ત્રણ સરમુખત્યારોની તસવીર ફરજિયાત લાગેલી હોવી જોઈએ એવું ફરમાન છે. નૉર્થ કોરિયાના હેમયૉન્ગ પ્રાંતના ઓનસૉન્ગ શહેરમાં રહેતી એક મહિલાના ઘરમાં આગ લાગેલી. બધા જ પરિવારજનો જીવ બચાવવા ત્યાંથી બહાર નીકળી આવ્યા. પોતાનાં બાળકો અંદર રહી ગયાં હોવાથી મહિલા પાછી આગમાં અંદર જઈને બાળકોને હેમખેમ બહાર કાઢી લાવી. જોકે તેના ઘરમાં લાગેલી પેલી તસવીર બળીને ખાખ થઈ ગઈ.

આ પણ વાંચો : માએ 3 બાળકોનું પેટ ભરવા માથું મૂંડી 150 રૂપિયામાં વાળ વેચ્યા

હવે આ મહિલા પર પૉલિટિકલ ગુનો નોંધાયો છે અને તાનાશાહને ઉચિત સન્માન ન આપવા બદલ ખટલો ચાલશે. સરમુખત્યારોની તસવીર બચાવવા જતાં ખુદ આગમાં બળી કે દાઝી ગયા હોય એવા સેંકડો કિસ્સાઓ આ પહેલાં નૉર્થ કોરિયામાં નોંધાઈ ચૂક્યા છે.

north korea offbeat news hatke news