પાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો

07 March, 2021 07:15 AM IST  |  North Carolina

પાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો

સસલાએ 24 બચ્ચાંને જન્મ આપ્યો

નૉર્થ કૅરોલિનામાં રહેતા એક પરિવારના પાળેલા સસલાએ એકસાથે ૨૪ બચ્ચાંને જન્મ આપીને (બિનસત્તાવાર રીતે) ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ સાથેનો નાતો જોડી દીધો છે.

નૉર્થ કૅરોલિનાના વિન્સ્ટન સેલમમાં રહેતા ટિફની રૉબિન્સના પરિવારને નવાઈ એ વાતની લાગે છે કે રોબિયો નામના સસલાની તેમણે ખસી કરાવી હતી છતાં કેમ તેમની માદા સસલાએ બચ્ચાંઓને જન્મ આપ્યો, અને એ પણ એકસાથે ૨૪ બચ્ચાંને!
જોકે નર સસલા રોમિયોથી બચ્ચાં થવાની માહિતી મળતાં તેઓ ખુશ તો જરૂર થયા હતા. માદા સસલાનું નામ વાડેર છે એણે બચ્ચાને જન્મ આપવાની શરૂઆત કરી તો રૉબિન્સના પરિવારજનો અચંબિત થઈ ગયા, કેમ કે વાડેરને ૧૦-૧૫ નહીં, પૂરાં ૨૪ બચ્ચાં જન્મ્યાં. ટિફની રૉબિન્સ જણાવે છે કે માદા સસલા પરનો બોજ હળવો કરવા તેઓ કેટલાંક બચ્ચાંને હાથમાં લઈને દૂધ પીવડાવે છે. ટિફનીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સત્તાવાળાઓનો સંપર્ક કરીને ન્યુ ઝીલૅન્ડમાં સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવા બદલ વાડેરનું નામ નોંધાવ્યું છે. જોકે વધુ બચ્ચાં ન જન્મે એ માટે તેમણે હાલ પૂરતો રોમિયોને એક પારિવારિક મિત્રના ઘરે રાખ્યો છે.

south carolina offbeat news hatke news international news