ઍરક્રાફ્ટમાં બેઠા હો એવો અનુભવ કરાવતી રેસ્ટોરાં બની છે નાઇજીરિયામાં

05 September, 2020 07:31 AM IST  |  Nigeria | Gujarati Mid-day Correspondent

ઍરક્રાફ્ટમાં બેઠા હો એવો અનુભવ કરાવતી રેસ્ટોરાં બની છે નાઇજીરિયામાં

ઍરક્રાફ્ટમાં બેઠા હો એવો અનુભવ કરાવતી રેસ્ટોરાં બની છે

નાઇજીરિયાના પાટનગર અબુજાના ‘અર્બન ઍર’ નામની એક રેસ્ટોરાંમાં વિમાનના આંતરિક માહોલ જેવું ઇન્ટીરિયર ડેકોરેશન હોવાથી લોકોને ‘ફ્લાઇટમાં લંચ’ કે ‘ફ્લાઇટમાં ડિનર’ લેવાનો અનુભવ થાય છે. સ્થાનિક ચલણ નાયરામાં લોકોને આ રેસ્ટોરાં ખૂબ મોંઘી પણ લાગતી નથી. એના મેન્યૂની મિનિમમ પ્રાઇસ ૨૦૦૦ નાયરા એટલે કે ૩૭૯ રૂપિયાથી શરૂ થાય છે. એ રેસ્ટોરાંના રસોડાની સજાવટ વિમાનના કૉકપિટ જેવી છે. ઘણા ગ્રાહકો એ કૉકપિટ રસોડામાં જઈને પીરસણિયાઓ, રસોઈયાઓ, વેઇટર્સની સાથે સેલ્ફી લેતા હોય છે. બારી પાસે ગોઠવાયેલા મેન્યૂની ઉપર અને ફરતે ભૂરા આકાશ અને વાદળાંની ડિઝાઇન જમવા બેઠેલા લોકોના મનમાં હવામાં ઊંચે ઊડતા હોવાનો મૂડ બનાવે છે. ખાસ કરીને જે લોકો વારંવાર પ્રવાસ કરતા હોય અને કોરોના રોગચાળામાં દેશ-વિદેશના પ્રવાસનો સિલસિલો અટકી ગયો હોય તેમને આ રેસ્ટોરાંમાં જમવાથી ઘણો સધિયારો મળે છે. રેસ્ટોરાંના માલિકે આવા વિશિષ્ટ પ્રકારના ઇન્ટીરિયર ડિઝાઇનિંગ માટે એક કરોડ નાયરા એટલે કે ૧૯.૨૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 

nigeria offbeat news hatke news