ટિક-ટૉક યૂઝરે મેટ્રોની અંદર કર્યો એવો મજાક, લોકો જોઈને થઈ ગયા ગુસ્સે

17 May, 2020 06:00 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

ટિક-ટૉક યૂઝરે મેટ્રોની અંદર કર્યો એવો મજાક, લોકો જોઈને થઈ ગયા ગુસ્સે

ટિક-ટૉક પ્રેન્કર

આખા દેશમાં કોરોના વાઈરસનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ વાઈરસથી બચવા સરકારે લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે અને 31 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેવામાં લોકો ફ્રી સમયે પોતાનો ટેલેન્ટ દેખાડી રહ્યા છે. ટિક-ટૉક પર જાત-જાતના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. હાલ એક ટિક-ટૉક સ્ટાર પ્રેન્ક કરવાના ચક્કરમાં સોશિયલ મીડિયા પર પોતે જ ટ્રોલ થઈ ગયો છે. આ ટિક-ટૉક સ્ટાર એટલે ફૅમસ છે કે એની 30 લાખથી પણ વધારે ફૅન-ફૉલોઈંગ છે. ફક્ત એટલું જ નહીં તે પ્રેન્ક એટલે મજાક કરવા માટે પૂરી દુનિયામાં પ્રખ્યાત છે.

હાલમાં આ પ્રેન્કરનો એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આ ટિક-ટૉક સ્ટારે ન્યૂ-યૉર્ક સિટી સબવેમાં લોકો સાથે પ્રેન્ક કરવાના ચક્કરમાં દૂધ અને ખાવાની વસ્તુ લઈને મેટ્રો ટ્રેનમાં ચઢ્યો હતો અને તેણે તે ડબ્બો ટ્રેનમાં પાડી દીધો અને ટ્રેનમાં બધુ દૂધ ઢોળાઈ ગયુ. આ વીડિયો જોઈને લોકો ઘણા ગુસ્સે થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે આ પ્રેન્ક સ્ટારનું નામ જોશ પોપકિન છે. કેટલાક લોકોએ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે. ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી કર્મચારીઓ માટે અત્યંત અનાદરજનક છે. ત્યારે એક યૂઝરે ગુસ્સામાં કહ્યું, જેણે આ ગંદકી કરી છે, એણે જ સાફવું જોઈએ. તો કોઈએ લૉકડાઉન વચ્ચે કામ કરતા મજૂરોનું અપમાન કર્યું એવું લખ્યું.

જણાવી દઈએ કે જોશ પોપકિને બે દિવસ પહેલા પોતાના ટિક-ટૉક અકાઉન્ટથી આ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોના શૅર થવાના કેટલાક કલાક બાદ જ આ વીડિયો વાઈરલ થઈ ગયો અને 50 લાખથી વધારે લોકોએ આ વીડિયો જોયો છે. પરંતુ લોકોનું રિએક્શન જોઈને આ વાત સ્પષ્ટ છે કે લોકોને આવા વર્તનથી ઘણો ગુસ્સો આવ્યો છે. એક વ્યક્તિએ એવો સવાલ કર્યો કે, શું લૉકડાઉન દરમિયાન પબ્લિક પ્લેસમાં આ પ્રેન્ક કરવું જરૂરી હતું?

આ વીડિયો વાયરલ થયા પછી 'ન્યૂ-યોર્ક મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી'એ પણ પોતાના ટ્વિટર હેન્ડલથી તેની પ્રતિક્રિયા આપી છે. નવો નિયમ બનાવ્યો કે લૉકડાઉન દરમિયાન કામ કરી રહેલા મજૂરો સાથે પ્રેન્ક કરવુ અને ગંદકીને સાફ કરવું જોઈએ.

new york offbeat news hatke news tiktok