ન્યુ યૉર્કના એક ખેતરમાંથી બંધ તિજોરી મળી આવી, એના પર લખી છે આ ચેલેન્જ‍

01 September, 2020 06:54 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કના એક ખેતરમાંથી બંધ તિજોરી મળી આવી, એના પર લખી છે આ ચેલેન્જ‍

તિજોરી

ગયા અઠવાડિયે કીર્ક મૅથ્સ નામના ભાઈને ફોન આવ્યો હતો કે તેના બેરી ટાઉન નજીકના ખેતરમાં એક મેટલની તિજોરી મળી આવી છે. આ તિજોરી કાંઈ દાટેલી નહોતી, પણ ખેતરની વચ્ચોવચ કોઈક મૂકી ગયું હતું. આ તિજોરી મુકાયાની વાત ચોમેર એટલી વાયુવેગે પ્રસરી ગયેલી કે મોટું ટોળું ભેગું થઈ ગયેલું. ટોળાને વિખેરવા માટે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ખેતરમાં અધવચ્ચે મૂકવામાં આવેલી આ તિજોરીનું વજન લગભગ ૩૦૦થી ૩૨૫ કિલો જેટલું છે. ખેતરમાંથી ખસેડવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવો પડેલો. સૌથી વધુ અચરજ તો એ હતું કે એના પર એક ખાસ નોંધ લખેલી છે કે ‘જો તમે એને ખોલી શકો તો એમાંની ચીજો તમારી સમજીને રાખી શકો છો.’

કીર્કભાઈએ તિજોરી ખોલવા માટે હથોડો, છીણી બધું જ વાપરી જોયું, પણ એ કેમેય કરીને ખૂલે એવો અણસાર આવ્યો નહીં. આખરે ખેડૂતે એ ખોલવાનો વિચાર પડતો મૂકી દીધો છે. ખેડૂતનું કહેવું છે કે મને લાગે છે કે હવે એ તિજોરીને એમ જ રહેવા દેવી જોઈએ. હાલમાં આ તિજોરી ખેડૂતના કોઠારમાં પડી છે. તેનું માનવું છે કે એક દિવસ આ સેફ ઇતિહાસમાં બહુ મોટી જણસ બની શકે છે.

new york offbeat news hatke news international news