આ પ્રાણીઓ ફળોના બન્યા છે

25 July, 2020 07:23 AM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

આ પ્રાણીઓ ફળોના બન્યા છે

આ પ્રાણીઓ ફળોના બન્યા છે

દીકરો ફળો ખાય એ માટે ન્યુ જર્સીમાં રહેતી મિશેલ રોઝમરીન નામની એક મહિલાએ અનોખો અખતરો કર્યો છે. તેની ઑફિસ ઘરથી દૂર હોવાથી જ્યારે દીકરો સૂતો હોય ત્યારે જ તેણે ઘરનું કામ પતાવીને નીકળી જવું પડે છે. એને કારણે તેને મનમાં ગિલ્ટ પણ રહે છે કે તે જસ્ટ પાંચ વર્ષના દીકરા હડસનને સ્પેશ્યલ ફીલ નથી કરાવી શકતી. જ્વેલરી ડિઝાઇનરની નોકરી કરતી મિશેલ દીકરા માટે ખાસ જહેમત ઉઠાવીને નાસ્તો તૈયાર કરે છે અને એને કારણે દીકરાને હેલ્ધી ફળો ખાવાની આદત પણ પડે છે.

નાસ્તામાં તે વિવિધ ફળોમાંથી હડસનની પસંદનાં પ્રાણીઓની ડિઝાઇન બનાવે છે, જેમ કે અનાનસની ચીરી અને પૅનકેકમાંથી સિંહ તેમ જ સફરજન, રાસબરી અને પીળા પેપર્સમાંથી પોપટ તૈયાર કરે છે જેથી તે ઑફિસથી પાછી આવે ત્યારે એના વિશે બન્ને સાથે બેસીને ચર્ચા કરે છે.

રોઝમરીન જણાવે છે કે પહેલાં મને એમ લાગતું હતું કે મારી નોકરી અને ત્યાં પહોંચવા લાગતા વધારે સમયને કારણે હું મારા દીકરા સાથે વિશેષ સમય વિતાવી શકતી નથી. જોકે હવે સ્પેશ્યલ નાસ્તાને લીધે ઑફિસથી આવ્યા બાદ દીકરો ખૂબ એક્સાઇટેડ હોય છે. રોજ સાંજે અમે તેની આજની ફ્રૂટ ડિશ વિશે ચર્ચા કરીએ છીએ.

રોજેરોજ વિવિધ ઍનિમલ્સ ઉપરાંત તેના ફેવરિટ સુપરહીરોની ડિઝાઇનનો નાસ્તો મળવાથી દીકરો ખુશ રહે છે અને દીકરાની ખુશીમાં જ મમ્મી ખુશ છે.

offbeat news hatke news new jersey