વાળ કાપતી વખતે ગ્રાહકોની સેફ્ટી માટે આવો સેફ્ટી શીલ્ડ વાપરી શકો છો

13 June, 2020 10:12 AM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

વાળ કાપતી વખતે ગ્રાહકોની સેફ્ટી માટે આવો સેફ્ટી શીલ્ડ વાપરી શકો છો

વાળંદો આનંદો

ન્યુ જર્સીના આ વાળંદે તેની દુકાન ફરીથી ખોલવાની તૈયારી કરતાં સલૂનના કામદારો અને તેમના ગ્રાહકોને કોવિડ-19ના ચેપથી બચાવવા માટે સેફ્ટી શીલ્ડની શોધ કરી છે. આપણે પણ જ્યારે વાળંદની દુકાન શરૂ થાય ત્યારે આમાંથી જ પ્રેરણા લેવી જોઈએ.
ન્યુ જર્સીના હેરસ્ટાઇલિસ્ટનું કહેવું છે કે જ્યારે અમે દુકાન ફરીથી ખોલતાં પહેલાં રાજ્યની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અમે સેલૉંમાં ‘શીલ્ડ્સ ઑન વ્હીલ્સ’ બનાવી રહ્યા હતા. આ એક પ્લાસ્ટિકનું કવચ છે જેમાં કટઆઉટ અથવા ગ્રાહકના વાળ કાપવા કે સ્ટાઇલ કરતી વખતે વાળંદના હાથ અને સાધનોમાં ફિટ બેસે એટલો કટ મૂકવામાં આવ્યો છે.

new jersey offbeat news hatke news international news