જપાનનો આ સ્માર્ટફોન અભદ્ર ફોટો નથી લેવા દેતો

23 February, 2020 07:31 AM IST  |  Japan

જપાનનો આ સ્માર્ટફોન અભદ્ર ફોટો નથી લેવા દેતો

જપાન ટોન ઈ૨૦ મોબાઇલ ફોન

જપાનની કંપની ટોન મોબાઇલ કંપનીનો ઈ૨૦ મૉડલનો સ્માર્ટફોન વિશિષ્ટ છે. ટોન ઈ૨૦ તરીકે જાણીતો આ ફોન દેખાવમાં બહુ આકર્ષક નથી, પરંતુ એની વિશેષતા એ છે કે યુઝર એ ફોન દ્વારા નિર્વસ્ત્ર વ્યક્તિની તસવીર કે કોઈ બીભત્સ દૃશ્યની તસવીર લેવા ઇચ્છે તો એ શક્ય નહીં બને. ફોનની આંતરિક વ્યવસ્થા એને એવું કરવા દેતી નથી. ખાસ કરીને સ્કૂલ-કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન અપાવતાં તેમનાં માતા-પિતાની ચિંતાને ધ્યાનમાં રાખતાં વિશિષ્ટ ટેક્નૉલૉજી ધરાવતા ટોન ઈ૨૦ મોબાઇલ ફોન બનાવવામાં આવ્યા છે.

japan offbeat news hatke news