એટીએમ પાસે બેસીને અભ્યાસ કરતા સિક્યૉરિટી ગાર્ડ પર નેટિઝન્સ ફિદા

11 April, 2021 08:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આઇએએસ ઑફિસર અવનીશ શરણે ટ્વિટર પર આ ફોટો શૅર કર્યો છે

સિક્યૉરિટી ગાર્ડ

સોશ્યલ મીડિયા પર અનેક વેળા એવા વિડિયો કે ફોટો પોસ્ટ થાય છે જે જોઈને દિલ ખુશ થવા સાથે ભાવુક પણ થઈ જાય છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં એટીએમનો સિક્યૉરિટી ગાર્ડ પોતાની ફરજ નિભાવવા સાથે મશીન પાસે જ જમીન પર બેસીને અભ્યાસ કરી રહ્યો છે.

આઇએએસ ઑફિસર અવનીશ શરણે ટ્વિટર પર આ ફોટો શૅર કરી કૅપ્શનમાં લખ્યું છે, ‘હો કહીં ભી આગ, લેકિન આગ હોની ચાહિયે.’ ફોટો જોઈને જ ખ્યાલ આવી શકે છે કે આ સિક્યૉરિટી ગાર્ડ જીવનમાં કાંઈક કરી છૂટવા કટિબદ્ધ છે.

આ ફોટોને અત્યાર સુધીમાં ૮૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે. લોકો સિક્યૉરિટી ગાર્ડની પ્રશંસા કરી રહ્યા છે તથા તેની ભાવનાને બિરદાવી રહ્યા છે.

offbeat news national news viral videos