એક સ્ટાર્ટ-અપ કંપની બનાવે છે કુદરતમાં ભળી જાય એવાં જીવંત કૉફિન

16 September, 2020 07:38 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

એક સ્ટાર્ટ-અપ કંપની બનાવે છે કુદરતમાં ભળી જાય એવાં જીવંત કૉફિન

કુદરતમાં ભળી જાય એવાં જીવંત કૉફિન

નેધરલૅન્ડ્સની ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના વિદ્યાર્થીઓએ લૂપ નામનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે જે માણસના મોત બાદની પ્રક્રિયાને વધુ જીવંત અને કુદરતી બનાવે છે. એટલું જ નહીં, માણસનું શરીર ડિકમ્પોસ્ટ થવાને કારણે પેદા થતા ઝેરી ટૉક્સિન્સનો પણ નાશ કરે છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આ કૉફિન પણ થોડા જ સમયમાં માટીમાં ભળી જાય છે. માટીમાં ભળવાને કારણે એ જગ્યાએ જે વનસ્પતિ ઉગાડવામાં આવે છે એને પણ રિચ પોષકતત્ત્વો મળી રહે છે. આ કૉફિન શોધવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બે કબરસ્તાનોના નિષ્ણાતો સાથે મળીને અનેક પ્રયોગો કર્યા હતા. આ કૉફિન માયસેલિયમ નામના ફંગસ જેવા દેખાતા બૅક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. એને કારણે માટીમાં દાટ્યા પછી બૉડી ડીકમ્પોસ્ટ થવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે અને કૉફિન પોતે પણ થોડા જ મહિનાઓમાં ઓગળીને માટીમાં ભળી જાય છે. આ બૅક્ટેરિયા માટીની ગુણવત્તાને સુધારે છે જેને કારણે આસપાસના વૃક્ષોને પોષણ મળે છે.

netherlands offbeat news hatke news international news