રિટાયર ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવરે પૂરી કરી 14000 લોકોની અંતિમ ઇચ્છા

05 February, 2020 07:44 AM IST  |  Netherlands

રિટાયર ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવરે પૂરી કરી 14000 લોકોની અંતિમ ઇચ્છા

મૃત્યુની રાહ જોઈ રહેલા વયોવૃદ્ધોને જીવનની છેલ્લી પળોમાં કંઈક કરવાની બાકી રહી ગયેલી ઇચ્છાઓને એક રિટાયર ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરે પૂરી કરવાનું બીડું ઝડપ્યું છે. આ ભાઈએ દરદીઓને દરિયાઈ મુસાફરીથી માંડીને ફુટબૉલ મૅચ જોવા લઈ જવા સુધીની અનેક પ્રકારની મોજ કરાવી હતી.

નેધરલૅન્ડ્સની હૉસ્પિટલના રિટાયર ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર કીસ વેલ્દોબોરે એક વયોવૃદ્ધ દંપતી સહિત ૧૪,૦૦૦ લોકોની અંતિમ ઇચ્છા પૂરી કરી છે. વૃદ્ધ દંપતીએ છેલ્લી વખત બરફ જોવાની ઇચ્છા દર્શાવી હતી. ૬૦ વર્ષનો પૅરામેડિક એક વખત ઍમ્બ્યુલન્સમાં એ ગંભીર બીમાર વ્યક્તિને અન્ય હૉસ્પિટલ લઈ જતો હતો ત્યારે તેને આ વિચાર આવ્યો હતો. કીસ વેલ્દોબોરે એ વ્યક્તિને પૂછ્યું કે છેલ્લા વખતમાં તને ક્યાં જવાની તમારી ઇચ્છા છે? એ દિવસ પછી કીસ વેલ્દોબોરે મૃત્યુની નજીક પહોંચતા દરદીઓની અંતિમ ઇચ્છા પૂરી કરવાનું અભિયાન આદર્યું હતું. કીસ વેલ્દોબોરે ૨૦ વર્ષ હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સનું ડ્રાઇવિંગ કર્યું હતું.

આ પણ વાંચો : સ્કૂલ જતાં બાળકો માટે આ ગામવાસીઓ પહાડ કાપીને રસ્તો બનાવી રહ્યા છે

એ વિચાર આવ્યા બાદ એકાદ વર્ષમાં વેલ્દોબોરે ઍમ્બ્યુલન્સ વિશ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ લોકોની અંતિમ ઇચ્છા પૂરી કરી છે. એમાં કોઈને દરિયાઈ મુસાફરી કરાવી, કોઈને ફુટબૉલ મૅચ બતાવી અને કોઈને રેસકોર્સમાં લઈ ગયા. કેટલાક લોકો તબેલો જોવા ઇચ્છતા હતા અને કેટલાક લોકોને માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, એક્ઝિબિશન સેન્ટર વગેરે જોવાની ઇચ્છા હતી. એક ગંભીર બીમાર ટીનેજરની સ્વિટ્ઝરલૅન્ડના પહાડ પર ફરવાની ઇચ્છા પૂરી કરી હતી. ૬૧ વર્ષની પત્ની ઇનેકા પણ તેને આ સેવાકાર્યમાં મદદ કરે છે.

netherlands offbeat news hatke news