જોઈ લો, આવો ગજબનો છે મંગળ

06 March, 2020 07:42 AM IST  | 

જોઈ લો, આવો ગજબનો છે મંગળ

મંગળ ગ્રહ

નાસાએ જાહેર કરેલી મંગળ ગ્રહની તસવીરમાં એની સપાટી પર એક રહસ્યમય છિદ્ર જોઈ શકાય છે, જેનો અભ્યાસ કરાય તો મંગળ પર જીવન હોવાની શંકાના પુરાવા મળી શકે છે. આ ઉપરાંત નાસાએ પાયોનિસ મૉસ નામના જ્વાળામુખીનો પણ ફોટો મોકલ્યો છે. નાસાએ એના એક બ્લૉગમાં જણાવ્યું છે કે આ છિદ્રની આસપાસ ૩૫ મીટર લાંબી અને ૨૦ મીટર ઊંડી અનેક સુરક્ષિત ગુફા જોવા મળી છે, જેનો અભ્યાસ હવે વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો છે. વૈજ્ઞાનિકોના મતે આ ગુફાઓ એલિયન્સની હાજરીનો પુરાવો હોઈ શકે છે. આયર્નની અધિકતા ધરાવતા આ ગ્રહમાં ગૅસનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં ધુળના કણોનું પ્રમાણ પણ ઘણું વધુ છે. નાસા અને અન્ય યુરોપીય અવકાશ એજન્સી સહિત ભારત પણ પોતાનું અવકાશયાન મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી ચૂક્યું છે. વૈજ્ઞાનિકોના મતે મંગળ ગ્રહની સપાટી પરની ગુફાઓ પર એના કઠોર વાતાવરણની અસર દેખાઈ નથી રહી, જે ગ્રહ પર જીવન હોવાની સંભાવનાઓને વધુ દૃઢ બનાવે છે. આ વર્ષેજુલાઈમાં મંગળ ગ્રહના પ્રવાસે જનારું માર્સ ૨૦૨૦ અવકાશયાન ગ્રહ પર જીવનની સંભાવના શોધવા ઉપરાંત ભવિષ્યમાં થનારા માનવ મિશનનો માર્ગ પણ કંડારશે.

offbeat news hatke news nasa mars