મંગળ પર મેઘધનુષ્ય નહોતું, લેન્સના ઝબકારાની કરામત હતી

08 April, 2021 09:11 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

તસવીરો વિશે નાસા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી

મંગળ પર મેઘધનુષ્ય

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)એ મંગળ ગ્રહ પર મોકલેલા પર્સિવરન્સ રોવર યાને મોકલેલી સપ્તરંગી તસવીરો મેઘધનુષ્યની હોવાની ધારણા લોકોમાં ફેલાઈ હતી, પરંતુ હકીકતમાં એ આંતરિક કૅમેરાના લેન્સ પર પડેલાં સૂર્યનાં કે અન્ય કિરણોની પ્રતિક્રિયા હતી. બીજી રીતે કહીએ તો એ લેન્સના ઝબકારાની અસર હતી. ગયા રવિવારે નાસાએ મંગળ ગ્રહ પરની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા તથા અન્ય પ્રસાર માધ્યમો પર રજૂ કર્યા પછી એ તસવીરો રક્તરંગી ગ્રહ પર મેઘધનુષ્યની હોઈ શકે એવી ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ મંગળવારે એ તસવીરો વિશે નાસા તરફથી ઉપરોક્ત સ્પષ્ટતા કરવામાં આવી હતી.

offbeat news international news united states of america nasa