જર્મનીમાં ઘઉંના ખેતરમાં બનેલી આ ડિઝાઇને જબરું કૌતુક જન્માવ્યું

02 August, 2020 08:00 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

જર્મનીમાં ઘઉંના ખેતરમાં બનેલી આ ડિઝાઇને જબરું કૌતુક જન્માવ્યું

ઘઉંના ખેતરમાં બનેલી આ ડિઝાઇન

જર્મનીમાં બહુબધાં ખેતરોની વચ્ચે એક ઘઉંનું ખેતર આજકાલ બહુ ચર્ચામાં છે. જો જમીન પરથી જોઈએ તો એમાં ખાસ કશું નથી, પણ હવામાં ઊંચેથી એની તસવીર લેવામાં આવે તો એ એક અનોખી ડિઝાઇન બતાવે છે. રેનર બાર્ટેશ નામના એક પ્રવાસીએ ઘઉંના ખેતરમાં ભૌમિતિક ડિઝાઇનમાં સર્કલ પૅટર્નનું કશુંક ઊગેલું જોયું એ પછી આ ઘઉંનું ખેતર લાઇમલાઇટમાં આવ્યું છે. ઊંચાઈએથી જોતાં એ પર્ફેક્ટ ગોળાકાર દેખાય છે. 

આ ગોળાકાર મનમોહક ચીજ વાસ્તવમાં શું છે અને કેવી રીતે ઊગી છે કે બની છે એ વિશે કોઈ સમજાવી શકે એમ નથી. કેટલાક લોકોનું માનવું છે કે આ ચીજ કોઈ માનવીએ નથી બનાવી, જ્યારે કેટલાક માને છે કે એને માટે પવનના તરંગો જવાબદાર છે, ત્યારે કેટલાક લોકો એ માટે જમીની ક્ષેત્રને જવાબદાર માને છે.

germany offbeat news hatke news