જર્મનીમાં થઈ ટેરેસ-કૉન્સર્ટ

14 September, 2020 07:04 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

જર્મનીમાં થઈ ટેરેસ-કૉન્સર્ટ

ટેરેસ-કૉન્સર્ટ

કોરોના વાઇરસની મહામારીને પગલે મનોરંજનના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાગી ગયા છે ત્યારે જર્મનીના ડ્રેસડન શહેરમાં એક સંગીતકારે શનિવારે સાંજે સ્થાનિક વિસ્તારના સૌથી ઊંચા બિલ્ડિંગની છત પર કૉન્સર્ટ યોજી હતી. આ કૉન્સર્ટમાં જમીનથી ૫૦ મીટર (અંદાજે ૧૬૪ ફીટ)ની ઊંચાઈએ આવેલી અગાસીમાં સેટ ગોઠવાયા હતા.

આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નજીકના કાર-પાર્કમાં એક શૉપિંગ સેન્ટરની ટોચ પર સેટ કરવામાં આવ્યાં હતાં. આયોજકોનું કહેવું છે કે લગભગ એક કલાક ચાલેલી આ કૉન્સર્ટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ પોતપાતાનાં ઘરોની બાલ્કનીમાંથી કૉન્સર્ટની મજા માણી હતી.

offbeat news hatke news germany international news