આ કેવો અજીબ શોખ, 5 લાખ ખર્ચીને આ ભાઈએ તો પોતાના કાન કપાવી દીધા

29 August, 2020 04:20 PM IST  |  Germany | Gujarati Mid-day Online Correspondent

આ કેવો અજીબ શોખ, 5 લાખ ખર્ચીને આ ભાઈએ તો પોતાના કાન કપાવી દીધા

સેન્ડ્રો

કેટલાક લોકોને ટૅટૂ બનાવવાનો ઘણો શોખ હોય છે, જ્યારે ઘણા લોકોને શરીર પર ઘણી જગ્યા પર વેધન (Piercing) કરાવી લે છે. ભગવાન આપણને આવું સુંદર શરીર આપે છે, ત્યારે આપણે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર તેનો સ્વિકાર કરી લઈએ છીએ. જોકે જર્મનીના રહેવાસી સેન્ડ્રોનો શોખ જરા બધા કરતા હટકે છે અને એને સ્કલ ફૅસ જેવું દેખાવું હતું. સ્કલ એટલે ખોપડી જેમ નજર આવવા માટે એમણે પોતાના કાન જ ઑપરેશન કરીને હટાવી દીધા. હવે તે વિશ્વમાં મિસ્ટર સ્કલ ફૅસ નામથી પ્રખ્યાત છે અને તેણે આ કાનને કાચની બરણીમાં સુરક્ષિત રાખ્યા છે.

39 વર્ષીય સેન્ડ્રોએ પોતાના કાન હટાવવા માટે લગભગ 6 હજાર પાઉન્ડ (5.8 લાખ રૂપિયા) ખર્ચ કર્યા છે. સ્કલ એટલે ખોપડી જેમ દેખાવા અને કાનને હટાવવા માટે 13 વર્ષમાં 17 મુશ્કેલ પ્રક્રિયાઓ પૂર્ણ કરી. એના માટે એમણે ઘણી સર્જરી કરાવવી પડી અને ઘણી મુસીબતોનો સામનો પણ કરવો પડ્યો. સેન્ડ્રોએ બૉડી મોડિફિકેશન દ્વારા ન ફક્ત પોતાના કાન સાથે પોતાના નાક અને ચહેરાના કેટલાક અન્ય ભાગોમાં પણ ફેરફાર કર્યા છે.

લોકો મને ક્રેઝી કહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સેન્ડ્રોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આની મદદથી એને આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો છે. તેમણે જણાવ્યું કે જો કોઈ મારી સામે જોવે છે અથવા મને પાગલ વૃદ્ધ કહે છે, તો હું જવાબમાં કહું છું કે કૉમ્પ્લિમેન્ટ બદલ આભાર. નેગેટિવ કમેન્ટ્સ તેઓ એક કાનથી સાંભળીમે બીજા કાનથી કાઢી દે છે.

સેન્ડ્રોનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ Skull Face નામથી છે, જ્યાં તેમને લગભગ 600 લોકો ફૉલો કરે છે. કાનને કાપવા ઉપરાંત, સેન્ડ્રોએ તેની જીભને બે ભાગોમાં કાપી નાખી છે. આ દેખાવને કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. હવે તેમનો ઉદ્દેશ છે કે પોતાના નાકના ઉપરના ભાગને કાપી નાખવો.

germany offbeat news hatke news international news