બોલો, આટલી નિરાંતે કોઈ સ્કૂટર ચલાવી શકે ખરું?

13 October, 2019 10:37 AM IST  |  થાઇલૅન્ડ

બોલો, આટલી નિરાંતે કોઈ સ્કૂટર ચલાવી શકે ખરું?

'યે આરામ કા મામલા હૈેં'

આપણે ત્યાં બાઇક પર સ્ટન્ટ કરનારા લોકોનો કોઈ તોટો નથી. જોકે થાઇલૅન્ડના ફેચાબુન શહેરમાં એક ભાઈસાહેબ જે નિરાંતે સ્કૂટર ચલાવતા જોવા મળ્યા એનાથી એ રોડ પરના બીજા ચાલકોના જીવ ઊંચા થઈ ગયા હતા. આ સાથેની તસવીરમાં જોઈ શકાય છે કે આ ભાઈસાહેબ જાણે પાછળની સીટ પર બેઠા હોય એમ રિલૅક્સ થઈને વનસાઇડેડ બેઠા છે. પગ પર પગ ચડાવેલા છે અને એકદમ કૅઝ્યુઅલી એક હાથે સ્ટીઅરિંગ હાથમાં રાખ્યું છે. આ ઘટનાનો વિડિયો આસપાસમાંથી પસાર થતા વાહનચાલકોએ લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે.

આ પણ વાંચો : સિગારેટ માગવાના બહાને કાંડે પહેરેલી છ કરોડની હીરાની ઘડિયાળ છીનવી ગયો ચોર

પગમાં સ્લિપર્સ, શૉર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને સાવ બેફિકર થઈને સ્કૂટર ચલાવતા ભાઈને ટ્રાફિક પોલીસની ચિંતા જરૂર છે. જેણે આ વિડિયો ઉતાર્યો હતો તેણે લખ્યું છે કે જેવું ટ્રાફિક-સિગ્નલ નજીક આવ્યું કે ભાઈસાહેબ ડાહ્યાડમરા થઈને બન્ને પગ આગળ લઈને બેસી ગયા.

thailand offbeat news hatke news