આવી કેવી માતા? રડતાં બાળકનું મોઢું ફેવિક્વિકથી ચોંટાડ્યું

24 March, 2019 05:05 PM IST  |  બિહાર - છપરા

આવી કેવી માતા? રડતાં બાળકનું મોઢું ફેવિક્વિકથી ચોંટાડ્યું

પ્રતીકાત્મક તસવીર

નાના બાળકો તો બધાંને ગમતાં હોય છે. બાળકોની ક્યુટનેસ તેની સરળતા, તેની સહજતા જોઈને ગુસ્સે ભરાયેલા લોકોના મન પણ ઢીલાં પડતાં હોય છે એવામાં એક એવી ઘટના સામે આવી છે જેના પર વિશ્વાસ કરવું તો દૂર તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. તે છતાં આવી ઘટના બની છે જેમાં એક માસૂમ બાળકના રડવાને લીધે તેની માએ તેનું મોઢુ ફેવિક્વિકથી ચોંટાડી દીધુ.

બિહારના છપરાની એક સ્ત્રીએ પોતાના જ બાળકના રડવાથી કંટાળીને તેનું મોઢું ફેવિક્વિકથી ચોંટાડી દીધું. બાળકના પિતાએ ન્યુઝ એજન્સીને આપેલ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, "હું જ્યારે કામ પૂરું કરીને ઘરે આવ્યો ત્યારે મારું બાળક ખૂબ શાંત હતું અને તેના મોઢામાંથી ફીણ નીકળતી હતી." પિતાએ આગળ જણાવ્યું કે બાળકના મોંમાંથી ફીણ નીકળતી જોતાં તેણે પત્ની શોભાને પૂછ્યું તો પત્નીએ કહ્યું કે બાળક સતત રડ્યાં જ કરતું હોવાથી તેને ચુપ કરવા માટે શોભાએ બાળકનું મોઢું ફેવિક્વિકથી ચોંટાડી દીધું.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરઃપૂંછમાં પાક.નું ફાયરિંગ, એક જવાન શહીદ

ઉલ્લેખનીય છે કે, આ હચમચાવી દેનારી ઘટના બાદ બાળકને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને સારા સમાચાર એ છે કે બાળક જોખમથી બહાર છે. આ ઘટનાની માહિતી બાદ લોકોએ શોભાને ઘણું બધું સંભળાવે છે કે કોઈ માઁ પોતાના બાળક સાથે આ પ્રકારનું વર્તન કરી જ કેમ શકે...

offbeat news national news bihar