વિચિત્ર રેસ્ટોરન્ટ! જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર

20 September, 2020 04:41 PM IST  |  China | Gujarati Mid-Day Online Correspondent

વિચિત્ર રેસ્ટોરન્ટ! જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર

ફાઈલ તસવીર

દુનિયામાં ઘણી વિચિત્ર રેસ્ટોરાં છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. ક્યાંક લોકો જેલની જેમ બનેલા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાય છે, તો ક્યાંક ઝાડ ઉપર અને પાણીની નીચે રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે. પરંતુ આજે અમે તમને આવી એક વિચિત્ર રેસ્ટોરન્ટ વિશે જણાવીશું, જ્યાં બોલવાને બદલે ઈશારો કરીને ખાવાનો ઓર્ડર આપવામાં આવે છે.

હકીકતમાં આ વિચિત્ર રેસ્ટોરન્ટ ચીનના ગુઆંગઝુમાં સ્થિત છે, જેને સાઈલેન્ટ કૅફ નામ આપવામાં આવ્યું છે. વિશ્વની પ્રખ્યાત ફૂડ ચેઇન કંપની સ્ટારબક્સ આ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ રેસ્ટોરન્ટની વિશેષ વાત એ છે કે અહીં આવતા ગ્રાહકોએ બોલ્યા વિના પોતાનો ઓર્ડર આપવો પડે છે. તમે જે પણ ઑર્ડર કરવા માંગો છો, તમારા હાથના ઈશારાથી મેનૂ કાર્ડ નંબર જણાવો, ઓર્ડર તમારી પાસે આવી જશે.

અહીં એક સુવિધા એ પણ છે કે જો ગ્રાહકો કર્મચારીઓને આવી કોઈ બાબત સમજાવવામાં અસમર્થ હોય, તો તેઓ તેને નોટપેડ પર લખીને આપી શકે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે ડિજિટલ સંદેશાવ્યવહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, રેસ્ટોરન્ટની દિવાલો પર સાંકેતિક ભાષાના ચિન્હો અને સૂચકાંકો બનાવવામાં આવ્યાં છે જેથી તેનો અર્થ સરળતાથી સમજી શકાય. હકીકતમાં, આ રેસ્ટોરન્ટ ખોલવાનું લક્ષ્ય ગ્રાહકોને સાંભળી ન શકનારા લોકોની ભાષા સમજવા માટે પ્રેરિત કરવાનું છે.

જણાવી દઈએ કે સ્ટારબક્સે તેની આ રેસ્ટોરન્ટમાં એવી વ્યવસ્થા પણ કરી છે, કે જે સાંભળવામાં નબળા લોકોને ભવિષ્યમાં વધુને વધુ કામ મળી શકે. આ રેસ્ટોરન્ટમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે જે સાંભળી શકતા નથી.

સ્ટારબક્સ કંપની પહેલા પણ જ દુનિયામાં આવા પ્રકારની રેસ્ટોરન્ટ ખોલી ચૂકી છે. મલેશિયા અને અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં પણ સાઈલેન્ટ કૅફે છે અને આ રેસ્ટોરાં પણ ઈશારાથી ઓર્ડર આપવામાં આવે છે.

china offbeat news hatke news international news