રશિયામાં થયું મચ્છરોનું આક્રમણ

09 August, 2020 07:07 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયામાં થયું મચ્છરોનું આક્રમણ

મચ્છરોનું આક્રમણ

તાજેતરમાં ગુજરાત તથા અન્ય પ્રાંતોમાં તીડોના ઝુંડના આક્રમણનું દૂષણ પ્રસાર માધ્યમોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. એ રીતે કેટલાક પ્રાંતોમાં મોસમી વિહાર કરતાં તથા અચાનક આવી પડતાં પંખીઓ પ્રસાર માધ્યમોનો વિષય બને છે. રશિયાના દૂરપૂર્વના એક પ્રાંતમાં મચ્છરોનો ઘણો ઉપદ્રવ છે. નેપાલના તરાઈ પ્રાંતમાં જેમ મચ્છરોનો ઉપદ્રવ છે એ રીતે રશિયાના પ્રાંતમાં પણ દર ઉનાળે મચ્છરોના ઝુંડ ફરતાં જોવા મળે છે. એ પ્રાંતમાં ફરતા મચ્છરો જોઈને રહસ્યકથાઓ કે ફિલ્મોના લેખક આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મોનાં દૃશ્યો યાદ આવી જાય એવી સ્થિતિ હોય છે. મચ્છરોનાં ઝુંડોને મૉસ્ક્વિટો ટૉર્નેડો તરીકે પણ ઓળખવામાં આવે છે.  મૉસ્ક્વિટો ટૉર્નેડોઝના વિડિયો અને ફોટોગ્રાફ્સ રશિયન સોશ્યલ મીડિયા પર ખૂબ વ્યાપક બન્યા છે. કામચેત્સ્ક પ્રાંતમાં મચ્છરોની ૧૦૦ કરતાં વધારે પ્રજાતિઓ છે. 

offbeat news hatke news russia