સૂર્યનાં કિરણોની ઍલર્જી ધરાવતાં આ બહેન સ્પેસ હેલ્મેટ પહેરીને ફરે છે

28 July, 2020 07:07 AM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

સૂર્યનાં કિરણોની ઍલર્જી ધરાવતાં આ બહેન સ્પેસ હેલ્મેટ પહેરીને ફરે છે

સૂર્યનાં કિરણોની ઍલર્જી ધરાવતાં આ બહેન સ્પેસ હેલ્મેટ પહેરીને ફરે છે

જ્યારે કોઈ ચીજની ઍલર્જી હોય તો એનાથી દૂર રહેવામાં જ સાર છે. જોકે કોઈકને પાણી કે સૂર્યનાં કિરણોની ઍલર્જી હોય ત્યારે જીવવું દુષ્કર બની જાય છે. આફ્રિકાના મૉરોક્કો દેશની રહેવાસી ૨૮ વર્ષની ફાતિમા ગઝાવીને અલ્ટ્રાવાયલેટ કિરણોની ઍલર્જી છે. એને કારણે તે દિવસે બહાર નીકળી શકતી નથી. ઘરની બહાર નીકળવું હોય તો તેણે રાતની રાહ જોવી પડે. લગભગ ૨૦ વર્ષથી ફાતિમા સવારે ઘરની બહાર નીકળી નથી. ફાતિમાને ઝેરોડર્મા પિગ્મેન્ટોસમ નામની ચામડીની બીમારી હોવાથી ધારો કે સવારે નીકળવું પડે તો સૂર્યકિરણોથી રક્ષણ મેળવવા માટે તે હંમેશાં સ્પેસ હેલ્મેટ પહેરી રાખે છે. એ સ્પેસ હેલ્મેટને ફાતિમા ‘નાસા માસ્ક’ કહે છે. એ ઉપરાંત ફાતિમા શરીર પર SPF 90 સન-ક્રીમ લગાવે છે. અલ્ટ્રા વાયલેટ કિરણોથી રક્ષણ માટે એ ક્રીમ દર એક કલાકે શરીર પર લગાડવું પડે છે.

વિશિષ્ટ પ્રકારની ઍલર્જીને કારણે ફાતિમાએ ૧૩ વર્ષની ઉંમરે સ્કૂલ જવાનું છોડી દીધું હતું, પરંતુ ૧૬ વર્ષની ઉંમર સુધી તેણે પોતાની બીમારી સહિત તમામ બાબતો વિશે પૂરતા પ્રમાણમાં જ્ઞાન, જાણકારી, માહિતી મેળવી લીધાં હતાં. સારવાર મુશ્કેલ હોવાને કારણે ફાતિમા શક્ય હોય ત્યાં સુધી અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ માટે રાતે જ બહાર નીકળે છે. ખરેખર તો ઝેરોડર્મા પિગ્મેન્ટોસમ બીમારીનો કોઈ નક્કર ઉપચાર નથી. આ બીમારી વિશે લોકજાગૃતિ કેળવવા ફાતિમા હંમેશાં ઉત્સુક હોય છે. ફાતિમા આ બીમારી ધરાવતા લોકોને હિંમતથી પ્રતિકાર કરવાની પ્રેરણા આપે છે. ફાતિમાની હિંમત અને તેનું જોશ જોઈને તેનો પરિવાર પણ અને પીઠબળ આપે છે અને કુટુંબની હિંમતવાન કન્યા માટે ગર્વ અનુભવે છે.

africa morocco offbeat news hatke news