વૃદ્ધ શિક્ષકનું મોત થતાં પાળેલા વાંદરાએ પણ જીવ છોડ્યો

15 February, 2020 07:49 AM IST  |  Fatehpur

વૃદ્ધ શિક્ષકનું મોત થતાં પાળેલા વાંદરાએ પણ જીવ છોડ્યો

પ્રતીકાત્મક તસવીર

કોઈ પાળતુ પ્રાણીનો તેના માલિક સાથે અજબ નાતો હોય છે. માલિકના દુખે દુખી અને માલિકના સુખે સુખી થાય છે પાળેલાં પ્રાણીઓ. જોકે એક માલિક અને પાળતુ પ્રાણી વચ્ચેનો અજબ નાતો ફતેહપુર જિલ્લાના કિશનપુર ગામમાં જોવા મળ્યો. એક વૃદ્ધ શિક્ષકનું મોત થતાં થોડી જ વારમાં તેના પાળેલા વાંદરાનું પણ મોત થયું હતું. અહીં આ શિક્ષકના શબ સાથે જ તેના વાંદરાના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

શિવરાજ સિંહનું ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું. તેના પરિવારજનોનો રડવાનો અવાજ સાંભળીને વાંદરો પણ એ શિક્ષકના મૃતદેહ પાસે પહોંચ્યો અને થોડી જ ક્ષણોમાં વાંદરાએ પણ દેહત્યાગ કર્યો. સ્થાનિકોએ જણાવ્યા અનુસાર આ શિક્ષકે વાંદરાને પાળ્યો હતો. તેને પોતાને કોઈ સંતાન નહોતું. આ વાંદરાને તે ખૂબ પ્રેમ કરતો. આ વાંદરો પણ તેના માલિકનું ધ્યાન રાખતો. વાંદરો થોડા દિવસ પહેલાં અહીંથી જતો રહ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલાં જ તે માલિક પાસે પાછો આવ્યો અને માલિકનું મોત થતાં તેણે પણ જીવ ત્યાગી દીધો.

offbeat news hatke news