ટીવીની છત્રી પર રાજાશાહી ઠાઠથી બેઠેલા વાનરરાજાએ તો દિલ જીતી લીધું

01 July, 2020 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવીની છત્રી પર રાજાશાહી ઠાઠથી બેઠેલા વાનરરાજાએ તો દિલ જીતી લીધું

ટીવીની છત્રી પર બેસેલો વાંદરો

ડિશ ટીવીની છત્રીઓ આજકાલ દરેક ઊંચા બિલ્ડિંગો પર જોવા મળે છે. જોકે એક ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસરે આ છત્રી પર મજેથી બેઠેલા એક વાંદરાનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. વાનરરાજાનો ઠાઠ પણ કંઈ જેવોતેવો નથી. ટ્વિટર પર લોકોએ આ ફોટોગ્રાફને મજાની ફોટો કૅપ્શન પણ લખી છે. એકે લખ્યું છે કે જોઈ લો રાજાશાહી ઠાઠ. બીજાએ લખ્યું છે કે રૉકેટ લૉન્ચ થવા માટે તૈયાર છે.

offbeat news hatke news wildlife