માલિકે ઊંટ વેચી દીધેલું, પણ 100 કિમી ચાલીને ફરીથી માલિક પાસે આવ્યું

18 July, 2020 06:50 AM IST  |  Mongolia | Gujarati Mid-day Correspondent

માલિકે ઊંટ વેચી દીધેલું, પણ 100 કિમી ચાલીને ફરીથી માલિક પાસે આવ્યું

ઊંટ

ગયા ઑક્ટોબર મહિનામાં મૉન્ગોલિયાના અંતરિયાળ ક્ષેત્રમાં એક ઘરડા ઊંટને એના માલિકે પશુપાલનનો વ્યવસાય કરનારને વેચી દીધું હતું, પરંતુ એ ઊંટને એના અસલ માલિક સાથે એવો ઘરોબો થઈ ગયો હતો કે એને નવા વાતાવરણમાં બેચેની થવા લાગી હતી. આઠેક મહિના નવા માલિક સાથે રહ્યા પછી એ ઊંટ ત્યાંથી નાસી છૂટ્યું અને ગયા મહિને એના જૂના માલિકની શોધમાં નીકળી પડ્યું હતું. ધોરી માર્ગો પર ઝડપથી દોડતાં વાહનો અને ક્યારેક કાંટાળી વાડમાંથી પસાર થતાં-થતાં એ ઊંટના શરીર પર અનેક ઉઝરડા પડ્યા હતા.

આ પણ વાંચો : આ છે આભાસી બૉડી-પેઇન્ટિંગની કમાલ

સતત સાતેક દિવસ ચાલીને ઊંટ એના ઓરિજિનલ માલિક પાસે પહોંચ્યું ત્યારે એ સખત થાકી ગયું હતું અને એના શરીરના ઉઝરડા અને જખમોમાંથી લોહી વહેતું હતું. જૂના માલિકે ઊંટના પ્રવાસ અને એની ભાવનાત્મક સ્થિતિ જાણી ત્યારે એને પાછું ખરીદી લેવાનું નક્કી કર્યું હતું. જૂના માલિકે એને ખરીદીને છૂટું ફરવા દેવાનું નક્કી કર્યું હતું. તેણે કહ્યું કે હવે હું આ ઊંટને કોઈ પણ કિંમતે વેચવાનો નથી. 

offbeat news hatke news international news