બોલો, કંઈ ન કરવા માટે જર્મનીની યુનિવર્સિટી લાખો રૂપિયાની ગ્રાન્ટ આપશે

22 August, 2020 07:59 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

બોલો, કંઈ ન કરવા માટે જર્મનીની યુનિવર્સિટી લાખો રૂપિયાની ગ્રાન્ટ આપશે

પ્રતીકાત્મક તસવીર

જર્મનીના હૅમ્બર્ગમાં યુનિવર્સિટી ઑફ ફાઇન આર્ટ્સ તરફથી એક પ્રદર્શન યોજાયું છે, જેમાં ત્રણ વ્યક્તિને કંઈ જ ન કરવા માટે ૧૯૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૪૨ લાખ રૂપિયા આપવામાં આવશે.

સ્કૂલના અધિકારીઓનું કહેવું હતું કે કંઈ જ ન કરવું એ પણ એક કળા છે. અરજી કરનાર વ્યક્તિ પોતાને મેળે કંઈ જ ન કરવા માટે શું કરે છે એ જોવાનું રસપ્રદ છે. આ કાર્યક્રમ તૈયાર કરનાર આર્કિટેક્ટ ફ્રેડરિક વોન બોરિસનું કહેવું છે કે કંઈ પણ ન કરવું એ એટલું સરળ કે સહેલું નથી. અમે સભાનપણે નિષ્ક્રિય રહેતા લોકો પર વિશેષ ધ્યાન આપીએ છીએ. તમે એક અઠવાડિયા સુધી ક્યાંય જશો જ નહીં કે હલશો પણ નહીં તો ઠીક છે પણ જો તમે ક્યાંય જશો નહીં કે વિચારશો પણ નહીં તો એ શ્રેષ્ઠ રહેશે. કેટલો સમય નિષ્ક્રિય રહેવું એ અરજીકર્તા પોતે નક્કી કરી શકે છે.

આ કાર્યક્રમના પ્રણેતા વોન બોરીઝે કહ્યું કે સમાજ કેવી રીતે સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે અને કેવી રીતે ભૌતિક સફળતાને મહત્ત્વ આપે છે એ વચ્ચેના સંબંધની શોધખોળ કરવાનો આ એક પ્રયાસ છે.

આ એક પ્રકારની સ્કૉલરશિપ છે અને એ કોઈ મજાક નથી. આ ગંભીર ઉદ્દેશ સાથેનો પ્રયોગ છે. સિદ્ધિઓ અને સિદ્ધિઓની આસપાસ રચાયેલા સમાજને તમે કેવી રીતે બદલી શકો છો એના પર આધારિત છે.

germany hamburg offbeat news hatke news international news