ટીનેજર પ્રેમીઓને જબદસ્તી પરણાવી દેવાયાં, જાણો કેમ

23 September, 2020 07:05 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

ટીનેજર પ્રેમીઓને જબદસ્તી પરણાવી દેવાયાં, જાણો કેમ

પ્રેમી યુગલ

ઇન્ડોનેશિયામાં સૂર્યાસ્ત પછી પ્રેમી યુગલોના મિલન પર પ્રતિબંધ છે. એ પ્રતિબંધનો ભંગ કરનારાઓ સાથે અજબ-ગજબ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. ૧૫ વર્ષનો પ્રેમી અને ૧૨ વર્ષની પ્રેમિકા સૂર્યાસ્ત પછી મળ્યાં હોવાનું જાણવા મળતાં એ અન્ડર એજ પ્રેમીઓને પરણાવી દેવામાં આવ્યાં હતાં. અગ્નિ એશિયાના દેશ ઇન્ડોનેશિયામાં બાળલગ્નો લાંબા વખતથી વિવાદનો વિષય રહ્યાં છે. ગયા અઠવાડિયે ફરી એ વિષય પર વિવાદ જાગ્યો હતો. ૧૫ વર્ષના સુહાઇમી અને ૧૨ વર્ષની નૂર હેરાવતીએ પ્રેમી યુગલોની મુલાકાતના સમય પર પરંપરાગત બંધનોનો ભંગ કર્યો હતો એથી નૂર હેરાવતીનાં માતા-પિતાએ દબાણપૂર્વક બન્નેને પરણાવી દીધાં હતાં. સુહાઇમી સાંજે સાડાસાત વાગ્યા પછી તેની પ્રેમિકા નૂરને ઘરે લઈ ગયો હતો એથી નૂરનાં માતા-પિતાએ સુહાઇમીને લગ્ન કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું જણાવ્યું હતું. ડઝનબંધ સગાં અને પાડોશીઓની હાજરીમાં ‘જિયાબ કુબૂલ’ એટલે કે લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. હવે સુહાઇમી અને નૂર પરિણીત દંપતી તરીકે સુહાઇમીના ઘરે રહે છે. મૂળ લોમ્બોક ટાપુની આદિજાતિ ‘સસાક’નો રિવાજ ઇન્ડોનેશિયાની મહત્તમ જનતાએ અપનાવી લીધો છે.  

indonesia offbeat news hatke news international news